Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ દશમ છે

todays horoscope today 30 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૩૦ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ સુદ દશમ

 

“દિન મહીમા”

શાંબ દશમી, સૂર્ય પૂજા-ઓરીસ્સા, શ્રીકલ્યાણજી ઉત્સવ-મુંબઇ, વિષ્ટી ૧૮:૨૯થી ૨૯ઃ૦૨, ૧૧નોક્ષય, પુત્રદા એકાદશી-ગોળછાશ (શિ), રમણમહર્ષિ જયંતિ, રવિયોગ ૨૭:૫૯ સુધી, બુધ અસ્ત પૂર્વમાં

 

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૬ થી ૧૬.૪૮

 

“ચંદ્ર” – મેષ 

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – ભરણી 

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૫૭ – ૧૧.૧૯

લાભઃ ૧૧.૧૯ – ૧૨.૪૧

અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૪૮ – ૨૧.૨૬

શુભઃ ૨૩.૦૩ – ૨૪.૪૧

અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૧૯

ચલઃ ૨૬.૧૯ – ૨૭.૫૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.     

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Exit mobile version