Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ જુલાઈ ૨૦૨૫, બુધવાર – રાંધણ છઠ્ઠ અને કલ્કી જયંતિ! જાણો આપનું રાશિફળ.

Today’s Horoscope  : આજે ૩૦ જુલાઈ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ (Hindu Calendar) અનુસાર, આજે શ્રાવણ સુદ છઠ્ઠ (Shravan Sud Chhath) તિથિ છે.

Todays horoscope today 30 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 30 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Channel

 આજનું પંચાંગ: ૩૦ જુલાઈ ૨૦૨૫, બુધવાર (વિક્રમ સંવત ૨૦૮૧)

દિન મહિમા:

આજનો દિવસ અનેક ધાર્મિક અને શુભ પ્રસંગોથી ભરપૂર છે:

  • વર્ણ/હળ છઠ્ઠ: ખેતી અને પશુધન સાથે સંકળાયેલો પવિત્ર દિવસ.
  • રાંધણ છઠ્ઠ (દ. ગુજરાત): દક્ષિણ ગુજરાતમાં રાંધણ છઠ્ઠનો પર્વ ઉત્સાહભેર ઉજવાય છે, જેમાં ઠંડા ભોજનનો મહિમા છે.
  • કલ્કી જયંતિ: ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કીની જયંતિ.
  • હિરણ્ય કેશી-શ્રાવણી: શ્રાવણી ઉપાકર્મનો વિશેષ યોગ.
  • મહાલક્ષ્મી સ્થાપના પૂજન: ધન અને સમૃદ્ધિના દેવી મહાલક્ષ્મીની સ્થાપના અને પૂજનનો શુભ દિવસ.
  • નેમીનાથ દિક્ષા: જૈન ધર્મ અનુસાર નેમીનાથ ભગવાનની દિક્ષાનો દિવસ.
  • કુમારયોગ અને રવિયોગ: ૨૧:૫૩ સુધી કુમારયોગ અને રવિયોગ જેવા શુભ યોગોનો પ્રભાવ રહેશે, જે કાર્યોમાં સફળતા અપાવી શકે છે.
  • રાજયોગ: ૨૬:૪૨ (વહેલી સવારે ૨:૪૨) થી રાજયોગ પ્રારંભ થશે.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય (મુંબઈ): સવારે ૬.૧૫ વાગ્યે.
  • સૂર્યાસ્ત (મુંબઈ): સાંજે ૭.૧૩ વાગ્યે.
  • રાહુકાળ: બપોરે ૧૨.૪૫ થી ૧૪.૨૨ સુધી. રાહુકાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા સલાહભર્યું છે.

Today’s Horoscope   ગ્રહ ગોચર અને ચોઘડિયા: શુભ સમય અને દિવસનો પ્રભાવ.

ચંદ્ર અને નક્ષત્ર:

  • આજે ચંદ્ર કન્યા રાશિમાં (Virgo Moon) રહેશે. આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે.
  • નક્ષત્ર હસ્ત (Hasta Nakshatra) છે, જે ૨૧:૫૧ (રાત્રે ૯:૫૧) પછી ચિત્રા નક્ષત્રમાં (Chitra Nakshatra) પરિવર્તિત થશે.

ચંદ્ર વાસ:

  • ચંદ્રનો વાસ આજે દક્ષિણ દિશામાં છે.
  • પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ કષ્ટદાયક બની શકે છે.

દિવસનાં શુભ ચોઘડિયા:

  • લાભ: સવારે ૬.૧૬ – ૭.૫૩
  • અમૃત: સવારે ૭.૫૩ – ૯.૩૦
  • શુભ: સવારે ૧૧.૦૮ – ૧૨.૪૫
  • ચલ: બપોરે ૧૫.૫૯ – ૧૭.૩૭
  • લાભ: સાંજે ૧૭.૩૭ – ૧૯.૧૪

રાત્રીનાં શુભ ચોઘડિયા:

  • શુભ: રાત્રે ૨૦.૩૭ – ૨૧.૫૯
  • અમૃત: રાત્રે ૨૧.૫૯ – ૨૩.૨૨
  • ચલ: રાત્રે ૨૩.૨૨ – ૨૪.૪૫
  • લાભ: વહેલી સવારે ૨૭.૩૧ – ૨૮.૫૩ (૩:૩૧ – ૪:૫૩)

Today’s Horoscope   આજનું રાશિફળ: તમારી રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ?

મેષઃ (અ,લ,ઇ)

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો. વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભઃ (બ,વ,ઉ)

સંતાન અંગે સારું રહે. પરિવાર સાથે આનંદ માણી શકો. ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુનઃ (ક,છ,ઘ)

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ. પ્રગતિ થાય. આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્કઃ (ડ,હ)

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય. મિત્રોની મદદ મળી રહે.

સિંહઃ (મ,ટ)

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો. સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો. શુભ દિન.

કન્યાઃ (પ,ઠ,ણ)

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો. રચનાત્મક કામગીરી કરી શકો. તમારા કાર્યની સરાહના થાય.

તુલાઃ (ર,ત)

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે. કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય. યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો.

વૃશ્ચિકઃ (ન,ય)

વેપારીવર્ગને મધ્યમ રહે. સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક. તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધનઃ (ભ,ફ,ધ,ઢ)

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે. વેપારીવર્ગને લાભ થાય. ધંધા રોજગાર માં સારું રહે. પ્રગતિ થાય.

મકરઃ (ખ,જ)

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને. ભાગ્યની દેવી રીઝતી જણાય. નવીન તક હાથમાં આવે.

કુંભઃ (ગ,શ,સ,ષ)

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે. તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીનઃ (દ,ચ,ઝ,થ)

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar 2026 બુદ્ધિના દાતા બુધનું કર્ક રાશિમાં આગમન, આ તારીખે થશે બુધનું ગોચર; જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ?
Today’s Horoscope : આજનો દિવસ:૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version