News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૫ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – મહા વદ ચોથ
“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧ઃ૫૩, સ્થિરયોગ અને વ્રજમૂશળયોગ ૨૨ઃ૫૮ સુધી, શુક્ર કુંભમાં ૨૫ઃ૧૨, શ્રીસંકલ્પસિધ્ધિ ગણેશ મંદિર મહોત્સવ-ગોરેગાંવ મુંબઈ, મહેરબાબા જયંતિ
“સુર્યોદય” – ૦૭.૧૨(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૩૨(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૪૩
“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત(૨૨.૫૬)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૭.૧૩ – ૦૮.૩૮
ચલઃ ૧૧.૨૮ – ૧૨.૫૩
લાભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૦૮ – ૧૮.૩૩
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૩૩ – ૨૦.૦૭
ચલઃ ૨૦.૦૭ – ૨૧.૪૨
લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૨ – ૨૯.૩૭
અમૃતઃ ૨૯.૩૭ – ૩૧.૧૨
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કૂટનીતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, લાગણીના સંબંધોમાં સારું રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત વિચારી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય, મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.