Today’s Horoscope : આજે ૬ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 6 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ

૬ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – કારતક વદ નોમ

“દિન મહીમા”
કાનજી અનલા નવમી – ઓરિસ્સા, સ્વામી મંદિર પાટોત્સવ-ઝાડેશ્વર ભરૂચ, કુમારયોગ ૩૦:૩૦થી સૂ.ઉ, નેપ્ચ્યુન માર્ગી ૧૮:૫૪

“સુર્યોદય” – ૬.૫૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૯ થી ૧૩.૫૨

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૦.૨૧)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૨૧ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૨૧)
સવારે ૧૦.૨૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૯ – ૮.૨૨
અમૃતઃ ૮.૨૨ – ૯.૪૪
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૨૯
ચલઃ ૧૫.૧૪ – ૧૬.૩૭
લાભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૭ – ૨૧.૧૪
અમૃતઃ ૨૧.૧૪ – ૨૨.૫૨
ચલઃ ૨૨.૫૨ – ૨૪.૩૦
લાભઃ ૨૭.૪૫ – ૨૯.૨૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More