Today’s Horoscope : આજે ૬ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 6 june 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :   

આજનો દિવસ
૬ જૂન ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – અમાસ

“દિન મહીમા”
દર્શઅમાસ, ભાવુકા અમાસ, વટ સાવિત્રી વ્રત સમાપ્ત (અમાવસ્યા પક્ષ), શનિશ્ર્વર જયંતિ, ફૂલહારીણી કાલીકા પૂજન, ધનિષ્ઠા મડાપંચક ઉતરે ૨૦:૧૭, શિવાજી મહારાજ રાજયાભિષેક દિન.

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૬ થી ૧૫.૫૫

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૨૦.૧૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૧ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ – ૧૪.૧૬
શુભઃ ૧૭.૩૪ – ૧૯.૧૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૩ – ૨૦.૩૪
ચલઃ ૨૦.૩૪ – ૨૧.૫૫
લાભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More