Today’s Horoscope : આજે ૬ જૂન ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
todays horoscope today 6 June 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૬ જુન ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – જેઠ સુદ અગિયારસ

“દિન મહીમા”
ભીમ અગીયારસ, નિર્જળા એકાદશી-સ્માર્ત (કેરી), શ્રી ગાયત્રી જ., રૂકમણી વિવાહ, ચંદન-જલ-કુંભ દાન, શ્રી સ્વામિનારાયણ અંતરધ્યાન તિથી, વ્યતિપાત ૧૦–૧૩ સુધી, વિષ્ટિ ૧૫-૩૪થી ૨૮-૪૯, મંગળ સિંહમાં ૨૬-૧૦, બુધ મિથુનમાં ૦૯–૨૮, કુમારયોગ-રવિયોગ ૦૬-૩૪ સુધી, રાજયોગ ૨૮-૪૯ થી ૩૦-૦૪,

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૩૭

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૦.૦૫)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૦૫ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૬.૩૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૦.૦૫)
સાંજે ૮.૦૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૧ – ૭.૪૦
લાભઃ ૭.૪૦ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૧૬
ચલઃ ૧૭.૩૪ – ૧૯.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૫ – ૨૩.૧૬
શુભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More