Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૭ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ પૂનમ તિથિ છે

by Zalak Parikh
todays horoscope today 7 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૭ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – પૂનમ

 

“દિન મહીમા”

ડાકોર મેળો, જૈન આંયબીલ ઓળી સમાપ્ત,વાલ્મીકી જ્યંતિ, કાર્તિક સ્નાન આરંભ, પંચક ઉતરે ર૫.ર૯, જૈન નમીનાથ ચ્યવન કલ્યાણક, વદ ૧ ક્ષય, અમૃતસિધ્ધિયોગ ૨૫.૨૯ થી,  કુમારયોગ રપઃ૨૯થી ૨૯:૫૪

 

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૩ થી ૧૬.૫૨

 

“ચંદ્ર” – મીન, મેષ (૨૫.૨૭) 

આજે જન્મેલા બાળકની રાશી ૮ ઓક્ટોબર, સવારે ૧.૨૭ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૫.૨૭)

૮ ઓક્ટોબર, સવારે ૧.૨૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૨૯ – ૧૦.૫૭

લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૬

અમૃતઃ ૧૨.૨૬ – ૧૩.૫૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૨ – ૨૧.૨૩

શુભઃ ૨૨.૫૫ – ૨૪.૨૬

અમૃતઃ ૨૪.૨૬ – ૨૫.૫૮

ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More