Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ આઠમ છે

todays horoscope today 8 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 8 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ આઠમ

 

“દિન મહીમા”

પંચક ઉતરે ૧૬ઃ૦૧, શ્રી ઘનશ્યામજી નો ઉત્સવ માંડવી (કચ્છ)

 

“સુર્યોદય” – ૦૬.૦૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૪ થી ૧૪.૨૨

 

“ચંદ્ર” – મીન, મેષ(૧૫.૫૯)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૫૯ સુધી મીન રહેશે ત્યારબાદ રાશી મેષ રહેશે

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૫.૫૯)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૫૯)

બપોરે ૩.૫૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૦૮ – ૦૭.૪૭

અમૃતઃ ૦૭.૪૭ – ૦૯.૨૬

શુભઃ ૧૧.૦૫ – ૧૨.૪૪

ચલઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩

ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૪

લાભઃ ૨૭.૨૬ – ૨૮.૪૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Exit mobile version