News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૮ જૂન ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અધિક જેઠ વદ આઠમ
“દિન મહીમા”
કાલાષ્ટમી, પંચક, સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં, વરસાદી નક્ષત્ર મૃગશીર્ષ ૧૩ઃ૩૩, વાહનઃદેડકો, સરસ્વતી વ્રત, શુક્ર કર્ક રાશીમાં, વિશ્વ મહાસાગર દિન
“સુર્યોદય” – ૦૬.૦૧(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૩(મુંબઈ)
“રાહુ કાળ” – ૦૭.૪૦ થી ૦૯.૨૦
“ચંદ્ર” – કુંભ, મીન(૨૭.૩૫)
આજે જન્મેલા બાળકની રાશી ૯ જૂન, રાત્રે ૩.૩૫ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૦૯.૦૮)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૭.૩૫)
૯ જૂન, રાત્રે ૩.૩૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૬.૦૧ – ૦૭.૪૦
શુભઃ ૦૯.૨૦ – ૧૦.૫૯
ચલઃ ૧૪.૧૭ – ૧૫.૫૬
લાભઃ ૧૫.૫૬ – ૧૭.૩૫
અમૃતઃ ૧૭.૩૫ – ૧૯.૧૪
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૪ – ૨૦.૩૫
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૩૮
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
અમૃતઃ ૨૭.૨૦ – ૨૮.૪૧
ચલઃ ૨૮.૪૧ – ૩૦.૦૧
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.
“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“તુલાઃ”(ર,ત)-
લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.
“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.