આજે છે તુલસી વિવાહ- જાણો તેનુ મહત્વ અને કેવી રીતે થાય છે આ વિવાહ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તુલસી વિવાહ(Tulsi Vivah) દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની(Shukla Paksha of Kartak month) એકાદશી તિથિએ(Ekadashi Tithi) ઉજવવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 5 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ(Tulsi and Shaligram marriage) થાય છે. ધાર્મિક માન્યતાઓ(Religious Beliefs) અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના(Lord Vishnu) અવતાર શાલિગ્રામની(Shaligram) પૂજા કરવામાં આવે છે.  

તુલસી વિવાહ કેવી રીતે કરવાં 

1. આ દિવસે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. . . . . . 

2. જે પછી પૂજા સ્થળને ખૂબ શણગારવામાં આવે છે. . . . . 

3. આ દિવસે તુલસી માતાને સોળ શણગાર કર્યા પછી શેરડી અને ચુનરી અર્પણ કરવી જોઈએ. . . . 

4. ભગવાન શાલિગ્રામને તુલસીના છોડ પાસે મૂકીને બંનેની પૂજા કરવી જોઈએ. . . . 

5. ત્યારબાદ ભગવાન શાલિગ્રામને હાથમાં લઈને તુલસીની પ્રદક્ષિણા કરો. . . . 

6. ત્યાર બાદ તુલસીને શાલિગ્રામની ડાબી બાજુ રાખીને બંનેની આરતી કરો અને લગ્ન પૂર્ણ થવાની જાહેરાત કરો. . . . 

આ સમાચાર પણ વાંચો : શનિની ચાલમાં આવતા ફેરફારોની અસર ઘણી રાશિના લોકોના જીવન પર પડશે. જાણો કઈ રાશિના જાતકોને થશે માર્ગી શનિનો લાભ-

તુલસી વિવાહના દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. આ વ્રત કરવાથી જન્મ અને પૂર્વજન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. કારતક માસની એકાદશી પર તુલસી વિવાહનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More