Site icon

વાસ્તુ ટિપ્સ- ભૂલથી પણ સાવરણી ને પગ અડ્યો હોય તો કરો આ ઉપાય-નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

vastu tips for broom how to please maa lakshmi

vastu tips for broom how to please maa lakshmi

News Continuous Bureau | Mumbai

આપણે આપણા ઘરને સાવરણીથી સાફ કરીએ છીએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને(broom) દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણો પગ સાવરણીને અડે છે, પણ આપણે તેની પરવા કરતા નથી. પરંતુ શું તમે જાણો છો, આના કારણે તમારી આર્થિક સ્થિતિ(financial possition) ઘણી ખરાબ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઝાડુ સાથે જોડાયેલી કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ સંપૂર્ણ રીતે ગરીબ બની જાય છે. આવો અમે તમને જણાવીએ કે જો તમે ભૂલથી સાવરણીને સ્પર્શ કરી લો તો શું કરવું.

Join Our WhatsApp Community

– સાવરણી પર પગ મૂકવો એ મા લક્ષ્મીનું અપમાન છે. તમારી આ ભૂલને કારણે મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમારા હાથથી સાવરણીને સ્પર્શ કરો અને તેને કપાળ પર લગાવો અને આ ભૂલ માટે માતા લક્ષ્મી પાસેથી ક્ષમા(apologize) માગો.

ઝાડુ સાથે જોડાયેલા નિયમો

– ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરો. જો સાવરણી તૂટેલી(broken broom) અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, તો તેને તરત જ બદલો. શુક્રવાર અને ગુરુવારે સાવરણી બહાર ફેંકવી ન જોઈએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

– સાવરણી ક્યારેય ઊભી(standing) ન રાખવી જોઈએ. તેને હંમેશા આડી જ રાખવી જોઈએ. ઊભો સાવરણીને કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

– આ સિવાય રાત્રે (night)ક્યારેય પણ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આ કરો છો તો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

– વાસ્તુ અનુસાર સાવરણીને ક્યારેય પણ અલમારીની પાછળ કે તિજોરીની (locker)નજીક ન રાખવી જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે.

– જો સાવરણી દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય ધનની(money) ખોટ નથી થતી અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ઘરમાં સુખ અને શાંતિ બની રહે તેના માટે સૂતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version