News Continuous Bureau | Mumbai
Vastu Tips for Mirror: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લાગેલા અરીસાનો ભાગ્ય સાથે ખાસ સંબંધ હોય છે. જો અરીસો યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો વ્યક્તિના જીવન પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. બીજી તરફ જો અરીસો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો પરિવારની આર્થિક સ્થિતિ સારી રહે છે. તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ચાલો જાણીએ અરીસા સાથે સંબંધિત વાસ્તુ ટિપ્સ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. આવી સ્થિતિમાં અરીસો પૂર્વ કે ઉત્તરની દીવાલ પર એવી રીતે લગાવવો જોઈએ કે જોનારનું મોઢું પૂર્વ કે ઉત્તર તરફ હોય.
વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો મૂકવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ, ઉત્તર અથવા ઉત્તરપૂર્વ માનવામાં આવે છે. આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી કે અલમારીની સામે અરીસો રાખવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે. મિરર લગાવતી વખતે ધ્યાન રાખવું કે તે ક્યાંયથી તૂટે નહીં. વાસ્તવમાં આવો અરીસો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.
આ સમાચાર પણ વાંચો : મની પ્લાન્ટ નહિં, પરંતુ ઘરના મુખ્ય દ્રાર પર લગાવો આ પ્લાન્ટ, ક્યારે નહિં પડે પૈસાની તકલીફ
વાસ્તુ અનુસાર બેડરૂમમાં અરીસો રૂમની બાજુમાં મૂકવો જોઈએ. સૂતી વખતે શરીરનો કોઈ ભાગ અરીસામાં ન દેખાવો જોઈએ. કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
– નાનો રૂમ હોવાને કારણે જો અરીસો બેડની સામે હોય તો રાત્રે સૂતી વખતે તે અરીસાને કપડાથી ઢાંકી દો. તેની નકારાત્મક અસર થતી નથી.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ. કારણ કે આમ કરવાથી ઘરમાં કષ્ટો વધવા લાગે છે. આ સિવાય રૂમની દિવાલો પર અરીસાને સામસામે ન રાખવો જોઈએ. તેનાથી ઘરમાં તણાવ વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ચારેબાજુ આર્થિક સંકટથી ઘેરાઇને કંટાળી ગયા છો? તો ઓશિકા નીચે આ વસ્તુ મુકીને સુઇ જાવો
Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..