રક્ષાબંધનની સાથે આજે છે નાળીયેરી પૂનમ- જાણો શું છે તેનું મહત્વ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર એટલે રક્ષાબંધન. આજના દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને ભાઈની રક્ષાની મનોકામના કરે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.

 આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- હવાઈ મુસાફરી મોંઘી બનશે- કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આપી દીધી આ છૂટ

રક્ષાબંધન ભાઇ-બહેનોના પ્રેમનું મંગલ પર્વ અને સાહસિક દરિયા ખેડૂઓ માટે સમુદ્ર પૂજન નો પ્રસંગ, બ્રાહ્મણોનો યજ્ઞોપવીત બદલવાનો ઉત્સવ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણી પૂર્ણિમા. માછીમારો દરિયાદેવને પ્રસન્ન કરવા શ્રીફળથી સમુદ્ર પૂજન કરે છે તેથી આ પૂનમ ‘નારિયેળી પૂનમ’ તરીકે જગપ્રસિદ્ધ છે. આજના દિવસે દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા સાગરખેડુઓએ નારિયેળી પૂનમની ઉજવણી કરી દરિયા દેવ અને હોડીની પૂજા કરે છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે. પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More