ચંદ્રગ્રહણ 2022: મે મહિનાની આ તારીખે થઈ રહ્યું છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વર્ષ 2022નું પ્રથમ ચંદ્ર ગ્રહણ(2022 first Lunar eclipse) વૈશાખ પૂર્ણિમાંના દિવસે એટલે કે આગામી 16 મે 2022ના રોજ થવા જઈ રહ્યું છે. વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ છે. 

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ(Lunar eclipse)થી 9 કલાક પહેલા સૂતક કાળ લાગુ થાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. ભારતીય સમય પ્રમાણે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ સવારે 8:59 થી 10.23 સુધી થશે. ઉલેખનીય છે કે આ આખા વર્ષમાં કુલ 2 ચંદ્રગ્રહણ થશે અને આ બંને જ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.

આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.
 

વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમી યૂરોપ(Southwestern Europe), દક્ષિણ-પશ્ચિમી એશિયા(Southwestern Asia), આફ્રિકા(Africa), અધિકાંશ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. જોકે ભારતમાં આ ચંદ્રગ્રહણ(Lunar eclipse) નહીં દેખાય એટલા માટે સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

વર્ષ 2022નું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ(second Lunar eclipse) 8 નવેમ્બરે (November)થશે. તે પણ પૂર્ણ ચંદ્રગ્રહણ (Moon eclipse)થશે. ભારત(Lunar eclipse visible in some part of India)ના કેટલાક ભાગોમાં આ ચંદ્રગ્રહણ દેખાશે એટલા માટે અહીં સૂતક કાળ માન્ય રહેશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More