News Continuous Bureau | Mumbai
યમઘંટક યોગ પણ જ્યોતિષ શાસ્ત્રનો સૌથી અશુભ યોગ છે. આ યોગમાં શુભ કાર્ય નિષેધ છે એટલે કે આ યોગમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા શુભ કાર્યમાં નિષ્ફળતાની સંભાવના વધી જાય છે. આ યોગમાં શુભ અને માંગલિક કાર્યો ન કરવાનું કહેવામાં આવ્યું છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ સારું કામ કરવા માટે શુભ યોગ અને સંયોગ હોવો જરૂરી છે. તિથિ, નક્ષત્ર, ચંદ્ર સ્થિતિ, યોગિની દશા અને ગ્રહોની સ્થિતિના આધારે શુભ સમયની પસંદગી કરવામાં આવે છે.શુભ કાર્ય કરવા માટે સારો ના માનવામાં આવતા આ યોગને નક્કી કરવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમના હોવાની સ્થિતિ નિર્માણ થાય છે. તેથી શુભ કાર્ય કરવા માટે આ અશુભ યોગનો ત્યાગ કરવો જોઈએ.
– પ્રવાસ કે યાત્રા માં પણ આ યોગ ને માનવામાં આવે છે, બાળકો માટે કરવામાં આવેલ શુભ કાર્ય અને બાળકોનો જન્મ સમય હોય છે અને જો આ યોગ હોય તો શક્ય હોય ત્યાં સુધી કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે, બાળકનો જન્મ એ ઇશ્વરીય ભેટ છે પરંતુ જો યમઘટંક યોગ હોય તો. વિદ્વાન બ્રાહ્મણો ના હસ્તે તેની શાંતિ કરવી જોઈએ.
– જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો દિવસના સમયે યમઘંટક નામનો અશુભ યોગ હોય તો મૃત્યુ જેવી મુશ્કેલી આવી શકે છે, પરંતુ સાથે જ તેનું પરિણામ રાત્રીના સમયે એટલું અશુભ માનવામાં આવતું નથી.
ચાલો તો જાણીયે કે ક્યારે અને કેવી રીતે રચાય છે યમઘંટક યોગ:
– રવિવારના દિવસે જ્યારે મઘા નક્ષત્રનો સંયોગ થાય છે ત્યારે યમઘંટક યોગ સર્જાય છે.
– સોમવાર હોય તો તે દિવસે વિશાખા નક્ષત્ર હોય તો આ યોગની સ્થિતિ નિર્માણ થાય છે.
– મંગળવારના દિવસે આદ્રા નક્ષત્ર હોય તો વિનાશક યોગ સર્જાય છે.
– બુધવારના દિવસે જ્યારે મૂળ નક્ષત્રનો સંયોગ રચાય છે ત્યારે યમઘંટક યોગ સર્જાય છે.
– ગુરુવારના દિવસે જો કૃતિકા નક્ષત્રનું મિલન થઈ જાય તો યમઘંટક યોગ રચાય છે.
– શુક્રવારના દિવસે જો રોહિણી નક્ષત્રનો ઉદય થયો હોય તો આ યોગ સર્જાય છે.
– શનિવારના દિવસે જો હસ્ત નક્ષત્રની સ્થિતિ હોય તો આ સ્થિતિ વિનાશક યોગનું નિર્માણ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સપનામાં આ ફળો ને જોવું એ છે ધનલાભની નિશાની- જાણો તે ફ્રૂટ ક્યા છે