News Continuous Bureau | Mumbai
Kitchen Hacks : આપણામાંથી મોટાભાગના લોકો અનેક ખાદ્ય ચીજો અને સામગ્રીને લાંબો સમય સુધી તાજી રાખવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો રેફ્રિજરેટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો લાંબો સમય સુધી ખાદ્ય ચીજોને જાળવી તેનો બગાડ થતો અટકાવી શકાય.
તમારા ફ્રીજના પર્ફોર્મન્સને જાળવી રાખવા તેમજ ફ્રીજમાં સંગ્રહ કરેલી તમારી ખાદ્ય ચીજોને લાંબો સમય સુધી તાજી રાખવા ગોદરેજ અપ્લાયન્સિસના રેફ્રિજરેટર્સ પ્રોડક્ટ ગ્રુપ હેડ અનુપ ભાર્ગવ કેટલીક ટીપ્સ આપી રહ્યા છે.
- વર્ગીકૃત કરી સામાન ગોઠવોઃ સુવ્યવસ્થિત ફ્રીજ ખાદ્ય ચીજોને મૂકવા-બહાર કાઢવા તેમજ તેની તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોને તેના ઉપયોગ અને કેટેગરીના આધારે અલગ પાડી પારદર્શક કન્ટેનરમાં સંગ્રહ કરવો જોઈએ. ફ્રીજમાં બિનજરૂરી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ઓવરલોડથી દૂર રહો.
- યોગ્ય તાપમાન જાળવોઃ તમારા ખાદ્ય પદાર્થોના શેલ્ફ-લાઈફમાં વધારો કરવા ફ્રીજના યોગ્ય સેક્શનમાં, યોગ્ય તાપમાનમાં ખાદ્ય ચીજોનો સંગ્રહ કરો. અમુક ખાદ્ય ચીજોની તાજગી જાળવી રાખવા માટે ફ્રીજના યોગ્ય સેક્શનમાં સંગ્રહ કરવાની જરૂર છે. અમુક ખાદ્ય પદાર્થો ફ્રીજર સેક્શનમાં લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. ન્યૂ એજ ફ્રોસ્ટ ફ્રી અને ફોર-ડોર ફ્રીજને ફ્રીઝરમાં તબદીલ કરવા માટે કન્વર્ટિબલ વિકલ્પો હોય છે. જેની મદદથી સ્ટોરેજની જરૂરિયાતોના આધારે ફેરફાર કરી ખાદ્ય પદાર્થોની ફ્રેશનેસ જાળવી શકાશે.
- ફર્સ્ટ ઈન, ફર્સ્ટ આઉટ પદ્ધતિઃ જ્યારે પણ નવા ખાદ્ય પદાર્થોનો ફ્રીજમાં સંગ્રહ કરો ત્યારે, જૂની ચીજોને હાથવગી રહે તેમ બહારની તરફ ગોઠવો. આ પદ્ધતિથી ખાદ્ય ચીજોનો બગાડ થતો અટકશે. તેમજ ખાદ્ય ચીજોનો એક્સપાયરી ડેટ પહેલાં ઉપયોગ પણ થઈ શકશે.
- ફ્રીજમાં શું મુકશોઃ ફળો, શાકભાજી, અથાણા, મસાલા, દૂધ અને દૂધની બનાવટો, ચોકલેટ્સ, રાંધેલો ખોરાક, ઈંડા સહિતની સામગ્રી ફ્રીજમાં મૂકવી યોગ્ય છે. જ્યારે આઈસક્રીમ, પલ્પ, ચટણી, મીટ-માંસ સહિતના ફ્રોઝન ફૂડ ફ્રિઝર સેક્શનમાં સંગ્રહ કરવા શ્રેષ્ઠ રહેશે. પેકેજ્ડ ફૂડ્સના લેબલના આધારે તેને ફ્રિઝર કે ફ્રીજમાં ગોઠવવા જોઈએ.
- ફ્રીજમાં આ ચીજો ન રાખશોઃ ફ્રીજમાં ડુંગળી જેવી ચીજોનો સંગ્રહ કરશો નહિં. જે ફ્રીજમાં અનિચ્છનીય દુર્ગંધ ઉત્પન્ન કરે છે. તેલ, કોસ્મેટિક્સ, મધ, તેમજ નારંગી-કેળા જેવા અમુક ફળોને પણ ફ્રીજમાં સંગ્રહ કરવાનું ટાળો. વધુમાં રાંધેલો ખોરાક ફ્રીજમાં મુકતાં પહેલાં રૂમના તાપમાનમાં ઠંડો કરો.
- ક્રોસ-કન્ટામિનેશનથી બચોઃ અમુક ખાદ્ય ચીજોનુ સુગંધ, સ્વાદ જાળવવા તેમજ ભેજથી બચાવવા હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકો. કાચુ માંસ અને સીફૂડને ફ્રીઝરમાં આપવામાં આવેલા અલગ સેક્શનમાં મૂકો, જેથી ફ્રીજને તેની ગંધથી બચાવી શકાય. ખાદ્ય પદાર્થોનો એક-બીજાના સંપર્કમાં ન આવે તે રીતે તેમજ જ્યુસ જેવા પીણાંનો સંગ્રહ કરવા લીક-પ્રુફ કન્ટેનરનો ઉપયોગ કરો.
- ઝડપથી બગડતા ખોરાક માટે ખાસ જાળવણીઃ શાકભાજી-ફળો જેવા ખાદ્ય પદાર્થોને સ્વચ્છ અને સુકા કરી ફ્રીજમાં મૂકો. જેમાં ભેજ ઝડપથી લાગતુ હોવાથી બગડવાની સમસ્યા રહે છે. તમે આ ચીજોનો સ્પીન-ડ્રાય કરી ફ્રીજમાં સંગ્રહ કરી શકો છો.
- ખોરાકની સુરક્ષાઃ ફ્રીજ મોટાભાગે તાપમાનને જાળવતાં (ટેમ્પરેચર મેનેજમેન્ટ) ખાદ્ય ચીજોનો સંગ્રહ કરે છે. ગોદરેજનું એડવાન્સ ફ્રોસ્ટ-ફ્રી ફ્રીજ આ સિસ્ટમમાં એક ડગલું આગળ કામ કરે છે. જે નેનો શિલ્ડ ટેક્નોલોજી (પેટેન્ટેડ)થી સજ્જ છે. જેની મદદથી ગોદરેજના ફ્રીજમાં 95%+ ફૂડ સરફેસ ડિસઈન્ફેક્શનની મદદથી કિટાણુઓ સામે રક્ષણ આપી ખાદ્ય ચીજોને વધુ સુરક્ષિત રાખે છે. આજના યુગમાં જ્યાં ખાદ્ય ચીજો તમારા ઘર સુધી પહોંચતા પહેલાં અનેક પ્રક્રિયાનો ભાગ બને છે. તેવા સમયે કિટાણુઓનું જોખમ વધી જાય છે. ટેક્નોલોજીની મદદથી અમે તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા રાખતાં ખાદ્ય ચીજોનો બગાડ થતો અટકાવીએ છીએ.
આ સમાચાર પણ વાંચો : UPI global: ભારતીય UPIએ આખી દુનિયામાં મચાવી ધુમ! મોરેશિયસ, શ્રીલંકા બાદ આ દેશમાં કરવામાં આવ્યું લોન્ચ.. ભારતીય રૂપિયામાં કરી શકાશે ચૂકવણી.
- વારંવાર દરવાજો ખોલવાનું ટાળો, વ્યવસ્થિત બંધ કરોઃ ફ્રીજનો દરવાજો વારંવાર ખોલ-બંધ કરવો નહિં. કારણકે, તેનાથી તેનુ તાપમાન-ઠંડી હવા જળવાતી નથી. તેમજ ઉપયોગ કર્યા બાદ ફ્રીજનો દરવાજો વ્યવસ્થિત બંધ કરવાનુ ભૂલશો નહિં. જેની મદદથી ઉર્જાની બચત તો થશે, પરંતુ સાથે ખાદ્ય ચીજોને વારંવાર લાગતા થર્મલ શોકથી પણ બચાવી લાંબો સમય સુધી તાજી રાખી શકાશે.
- હોલિડે પહેલા સફાઈઃ રજાઓ પહેલાં તેમજ ઉપયોગ ન હોય તેમજ તમારી ગેરહાજરીમાં ઝડપથી બગડી જાય તેવી ચીજોને ફ્રીજમાંથી કાઢી નાખો. જે ફ્રીજને દુર્ગંધથી બચાવી ખાદ્ય ચીજોને બગડતા અટકાવે છે. ન્યૂ-એજ ફ્રીજ કસ્ટમાઈઝેબલ મોડનો વિકલ્પ છે. જે તમારા ફ્રીજને ‘હોલિડે મોડ’ પર સેટ કરી ઉર્જાની બચત કરી શકો છો.
- નિયમિત સફાઈ અને સર્વિસ કરાવોઃ ફ્રીજની નિયમિત સફાઈ કરો. ફ્રીજની છાજલીઓ સાફ કરો અને નિયમિતપણે એક્સપાયર થતી ચીજોને ધ્યાનમાં રાખી તે બગડે તે પહેલાં ફ્રીજમાંથી દૂર કરો. સ્વચ્છ રેફ્રિજરેટર માત્ર ગંધ જ અટકાવતું નથી,પણ ખોરાકના સુરક્ષિત સંગ્રહની પણ ખાતરી આપે છે. જો તમને લાગે કે તમારા ફ્રિજનું કુલિંગ યોગ્ય નથી, તો અધિકૃત સર્વિસ પ્રોવાઈડર દ્વારા તમારા ફ્રિજની તપાસ કરાવી નિયમિત સર્વિસ કરાવો.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)