રાજકોટનાં ઝૂ માં આવ્યા બે નાના મહેમાન: સફેદ માદા વાઘણએ ૨ બાળકોને જન્મ આપ્યો રાજકોટમાં અનેક ફરવાલાયક સ્થળો છે એ સ્થળોમાનું એક સ્થળ છે જેમાં રાજકોટ ઝૂ હાલ રાજકોટનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.. આ ઝૂમાં સફેદ વાઘે ૨ બાળકોને જન્મ આપ્યો હતો.
સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્થાના અંતે કાવેરી વાઘણે ૨ વાઘ બાળને જન્મ આપ્યો છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારમાતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ શિયાળો હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Sanjay Gandhi National Park : ગુજરાતના સિંહોને પાલક મળ્યા; વનમંત્રીની હાજરીમાં સિહો પીંજરુ છોડીને મુક્ત વિહાર કરશે.
રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ ૧૩ (તેર) સફેદ વાઘ બાળનો જન્મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્ચાંને જન્મ આપેલ, યશોધરા વાઘણે ૧ બચ્ચાંને જન્મ આપેલ તેમજ કાવેરી વાઘણે ૨ બચ્ચાંને જન્મ આપેલ. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–૨નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૦૮ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૧, પુખ્ત માદા-૩ તથા બચ્ચા-૪નો સમાવેશ થાય છે.