News Continuous Bureau | Mumbai
છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. લગ્ન સમારોહ અને પાર્ટીઓ ઉપરાંત, ઘણા ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો કુદરતી સૌંદર્ય અને શહેરોના હવાઈ દૃશ્યોને કેપ્ચર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. પહેલા, વિડીયોગ્રાફરોને જંગલી પ્રાણીઓ અને તેમની લડાઈના વીડિયો બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડતો હતો, પરંતુ હવે ડ્રોન ( drone ) આવવાથી જંગલી પ્રાણીઓના ( Crocodile ) ક્લોઝ-અપ વીડિયો બનાવવાનું થોડું સરળ બની ગયું છે. પરંતુ તેની કેટલીક આડઅસર પણ છે, જે સામે આવતી રહે છે.
ડ્રોન દ્વારા જંગલી મગરનો ( Crocodile ) વિડિયો બનાવવાની કોશિશની ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં હવામાં ઉડતા એક ડ્રોનને મગર પોતાનો શિકાર સમજી બેસે છે અને તેને પકડવા માટે છલાંગ લગાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મગરે પાણીની બહાર માથું નીકાળ્યું છે અને તેની ઉપર એક ડ્રોન ઉડી રહ્યું છે. ડ્રોનને જોઇને મગરના મોમાં પાણી આવી જાય છે. કારણ કે તેને એવું લાગે છે કે ઉપર કોઇ ખાવાની ચીજ છે. એવામાં ડ્રોનને પકડવા માટે તે એકદમ વીજળીની ( jumps out of water ) ઝડપે છલાંગ લગાવે છે અને ડ્રોનને ( swallow )) પકડી પાડે છે..
આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન.. દીકરી ઈશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી મુંબઇ, પરિવારે કર્યું ધમાકેદાર સ્વાગત.. જુઓ વિડિયો
Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022
વિડિઓ જુઓ: