નામિબિયાના કુનો નેશનલ પાર્ક શિયોપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું છે. મહત્વનું છે કે શાશા ઘણા દિવસોથી બીમાર ચાલી રહી હતી. સાશાના મૃત્યુથી ચિતા પ્રોજેક્ટને મોટો આંચકો લાગ્યો છે. શાશાના મોતથી કુનો પાર્ક સહિત વન વિભાગ આઘાતમાં છે.
આફ્રિકાથી ચિત્તાના બે જૂથ ભારતમાં આવ્યા હતા. ગત વર્ષે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર પ્રથમ બેચ નામીબિયાથી આવ્યો હતો. આ સમૂહમાં આઠ ચિત્તા હતા જે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ પછી, ગયા ફેબ્રુઆરી મહિનામાં, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજો બેચ ભારત આવ્યો. આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. તેઓને પણ કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાઓને ફરીથી વસાવવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ તેમના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના રોજ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડ્યા હતા. આ ચિત્તાઓને પહેલા એકથી દોઢ મહિના માટે ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ફટાફટ પતાવી લેજો બેંકોના કામ, એપ્રિલમાં 15 દિવસ બ્રાન્ચ બંધ રહેશે, ચેક કરી લો તારીખ
નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા દાખલ થયા પછી, ઉદ્યાન 80 થી વધુ જંગલી પ્રાણીઓનું ઘર બની ગયું છે. કુનો નેશનલ પાર્કમાં રીંછ, ચિતલ, હાયના, હરણથી લઈને અનેક વન્યજીવો સહિત હજારો વન્યજીવો છે. કુનો અભયારણ્યમાં વન્યજીવ ઉપરાંત પક્ષીઓ અને જળચર જીવોની ઘણી દુર્લભ પ્રજાતિઓ છે જે પ્રવાસીઓને આકર્ષે છે.