News Continuous Bureau | Mumbai
Crocodile On Road : મહારાષ્ટ્ર(Maharashtra) સહિત અનેક રાજ્યોમાં વરસાદ(Rain)નું આગમન થઈ ગયું છે અને દેશભરમાં વરસાદે દેખાવ કર્યો છે. કેટલીક જગ્યાએ વરસાદથી નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સાપ, મગર, સિંહ જેવા પશુઓ શહેરના રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે. દરમિયાન વરસાદ આવતાની સાથે જ એક જગ્યાએ મગર (Crocodile) રોડ પર વિચરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
कोटा में मगरमच्छ इस अंदाज में घूमते हुए @jaina111 pic.twitter.com/02ynVoPfJp
— Nitin Sharma (@nitinindianews) July 19, 2023
આ ઘટના રાજસ્થાનના કોટાથી સામે આવી છે. આ સ્થળે રહેણાંક વિસ્તારમાં એક મગર ફરતો જોવા મળ્યો હતો. આ ઘટના એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. 40 સેકન્ડનો આ વિડિયો જોઈને તમે પણ ડરી જશો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે રાત્રીનો સમય છે અને રસ્તા પર ટ્રાફિક ઓછો છે. એક મગર આરામથી રસ્તો ઓળંગી રહ્યો છે. એક મગર રસ્તાની બાજુના મોટા ગટરમાં જાય છે. રસ્તા પર મગરની હિલચાલથી આસપાસ ઉભેલા લોકોમાં ભય ફેલાઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો: Gyanvapi Mosque case: જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો મોટો નિર્ણય,પરિસરમાં ASI સર્વે કરવા પર વારાણસી કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો શું
