Site icon News Continuous Bureau | Mumbai

Crocodile On Road : સાચવજો.. વરસાદમાં રસ્તા પર અચાનક નીકળ્યો મગર, રાહદારીઓમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

Crocodile On Road : વરસાદમાં મગર નીકળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના કોટા શહેરમાં રસ્તો ક્રોસ કરી રહેલા મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

Crocodile On Road :Crocodile was seen walking on the road in Kota

Crocodile On Road :Crocodile was seen walking on the road in Kota

News Continuous Bureau | Mumbai
Crocodile On Road : મહારાષ્ટ્ર(Maharashtra) સહિત અનેક રાજ્યોમાં વરસાદ(Rain)નું આગમન થઈ ગયું છે અને દેશભરમાં વરસાદે દેખાવ કર્યો છે. કેટલીક જગ્યાએ વરસાદથી નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સાપ, મગર, સિંહ જેવા પશુઓ શહેરના રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે. દરમિયાન વરસાદ આવતાની સાથે જ એક જગ્યાએ મગર (Crocodile) રોડ પર વિચરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના રાજસ્થાનના કોટાથી સામે આવી છે. આ સ્થળે રહેણાંક વિસ્તારમાં એક મગર ફરતો જોવા મળ્યો હતો. આ ઘટના એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. 40 સેકન્ડનો આ વિડિયો જોઈને તમે પણ ડરી જશો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે રાત્રીનો સમય છે અને રસ્તા પર ટ્રાફિક ઓછો છે. એક મગર આરામથી રસ્તો ઓળંગી રહ્યો છે. એક મગર રસ્તાની બાજુના મોટા ગટરમાં જાય છે. રસ્તા પર મગરની હિલચાલથી આસપાસ ઉભેલા લોકોમાં ભય ફેલાઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો: Gyanvapi Mosque case: જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો મોટો નિર્ણય,પરિસરમાં ASI સર્વે કરવા પર વારાણસી કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો શું

Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Himalayan Snow। હિમાલયનું ઘટતું સૌંદર્ય અને વધતી મુસીબત! ૨ અબજ લોકો માટે પાણીની કટોકટી, ગંગા બેસિનને મળી આંશિક રાહત
Exit mobile version