News Continuous Bureau | Mumbai
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ આ બંને દેશોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા આંકડા મુજબ સીરિયા અને તુર્કીમાં આ ભીષણ વિનાશના કારણે 24 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને હજુ પણ આ સંખ્યા વધી શકે છે કારણ કે કાટમાળ નીચે દટાયેલા લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે.
तुर्की में ज़िंदगी बचाओ अभियान .. भूकंप के बाद मलबे में दबे पपी को बाहर निकालता बचाव दल ..
pic.twitter.com/129gGGLvuA— Brajesh Rajput (@brajeshabpnews) February 10, 2023
જોકે આ રાહત અને બચાવ કાર્યના મિશનમાં બચાવકર્મીઓને સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધીમાં કાટમાળ નીચે દટાયેલા મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન ભૂકંપના બચાવ કાર્યના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેનાથી લોકોના બચવાની આશા જાગી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બચાવકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે