શું તમે ક્યારેય બ્લુ વ્હેલના હૃદયને જોયું છે? છેક 3.2 કિમી દૂર સુધી સંભળાય છે ધબકારા.. વજન જાણીને ચોંકી જશો.. જુઓ તસ્વીર..

by Dr. Mayur Parikh
a picture of a blue whale heart harsh goenka shares picture of blue whale heart

બ્લુ વ્હેલ એ વિશ્વના સૌથી મોટા પ્રાણીઓ છે. હવે જરા વિચારો, 30 મીટર લાંબુ અને 200 ટન વજન ધરાવતા આ પ્રાણીનું હૃદય કેટલું મોટું હશે? બાય ધ વે, તમે કદાચ તમારી જાતને મોટા દિલના માનો છો. પણ ભાઈ… બ્લુ વ્હેલનું હૃદય કદમાં એટલું મોટું છે કે લોકો તેને જોઈને જ દંગ રહી જાય છે. તાજેતરમાં, બ્લુ વ્હેલના હૃદયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ફોટો બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ પોસ્ટ કર્યો છે.

બિઝનેસમેન હર્ષ ગોયન્કા આનંદ મહિન્દ્રાની જેમ સોશિયલ મીડિયા પર અવારનવાર અદભુત ફોટો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં તેમણે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બ્લુ વ્હેલનું સાચવેલ હૃદય દેખાય છે. આ તસવીરમાં બ્લુ વ્હેલના હૃદયનું કદ ઘણું મોટું છે. આ ફોટો શેર કરતા હર્ષ ગોયેન્કાએ કહ્યું કે તે બ્લુ વ્હેલનું સાચવેલ હાર્ટ છે. જેનો વજન 181 કિલો છે અને તે 4.9 ફૂટ લાંબુ અને 3.9 ફૂટ પહોળું છે. તેના ધબકારા 3.2 કિમી દૂર સુધી સાંભળી શકાય છે. આ બ્લુ વ્હેલ હાર્ટ ટોરોન્ટોના રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં કેવો વરસાદ પડશે? મોસમનો વર્તારો શું છે? જાણો અહીં.

આ ફોટા પરથી આપણે જાણીએ છીએ કે પ્રકૃતિમાં ખરેખર ઘણું છુપાયેલું છે, જે હજુ પણ સામાન્ય માણસને દેખાતું નથી. છોડથી લઈને પ્રાણીથી લઈને માણસો સુધી યુનિવર્સની પોતાની ક્રિએટિવિટી છે. કીડીથી લઈને વ્હેલ સુધી કેટલા સુંદર રીતે રચાય છે.

Join Our WhatsApp Community

You may also like