નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવેલો ચિત્તો ફરાર, આસપાસના લોકોમાં ભયનો માહોલ.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
Cheetah Shasha Died From Namibia, Kidney Infection Had Happened Earlier

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તાઓમાંથી એક રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો છે. રવિવારે સવારે કુનો અભયારણ્યથી રહેણાંક વિસ્તારમાં પહોંચેલો ચિતો ‘ઓબાન’ હજી પાછો ફર્યો નથી. ‘ઓબાન’ હાલમાં વન વિભાગ માટે સમસ્યારૂપ છે. 36 કલાક વીતી ગયા પછી પણ તે કુનો અભયારણ્યમાં પાછો આવ્યો નથી. વનવિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઓબાન પાર્કથી નીકળ્યા બાદ કુનો પાર્કની સીમાઓ જોવામાં આવી રહી છે. હાલમાં ગામમાં ચિત્તાના કારણે ડરનો માહોલ છે.

મહત્વનું છે કે આ ચિત્તો રવિવારે સાંજે કુનો અભયારણ્યના વિસ્તારમાં પહોંચ્યો હતો, પરંતુ રાત્રે ફરી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો હતો. જે બાદ તે ખેતરોમાં પણ જોવા મળ્યો હતો. વન વિભાગની ટીમ તેના પર સતત નજર રાખી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  હનુમાન જયંતિ પર ન કરો આ 7 ભૂલો, પ્રસન્ન થવાની જગ્યાએ નારાજ થઈ શકે છે બજરંગબલી..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More