ખોડંબા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નીલ ગાયના હુમલાની ઘટનાઓ બની છે જે અંગે ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા એક વૃદ્ધ ખેડૂતે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે ભુરાંટી બનેલી નીલ ગાયે વૃદ્ધનો ભોગ લેતા ખેડૂતો ગભરાઈ ઉઠ્યા છે અને હુમલાખોર નીલ ગાય અને ટોળાને પકડી જંગલમાં છોડવામાં આવેની માંગ પ્રબળ બની છે.
નીલ ગાયનો ખેડૂત પર ખેતરમાં હુમલો કરી ઉછાળી ઉછાળી પટકી મોતને ઘાટ ઉતાર્યો, બચવા ગયેલ યુવક પર હુમલો
ખોડંબા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નીલ ગાયના હુમલાની ઘટનાઓ બની છે જે અંગે ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા એક વૃદ્ધ ખેડૂતે જીવ ગુમાવવાનો વારો આવ્યો
			
			797			
            
                    
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નીલ ગાયના ટોળેટોળા ખેતરમાં ઉભા પાકનું ભેલાણ કરતા હોવાની સાથે ખેડૂત પર હુમલો કર્યોની અનેક ઘટનાઓ બની છે શામળાજીના ખોડંબા ગામમાં ખેતરમાં કામ કરતા વૃદ્ધ પર ભુરાંટી બનેલી નીલ ગાયે હુમલો કરી ખેતરમાં પટકી દેતા ગંભીર ઈજાગ્રસ્ત બનેલ ખેડૂતનું મોત નીપજ્યું હતું નીલ ગાયે ખેડૂત પર હુમલો કરતા એક યુવક દંડો લઇ બચાવવા દોડતા તેના પર નીલ ગાયે હુમલો કરી દેતા અન્ય લોકો દંડા સાથે દોડી આવતા નીલ ગાય ભાગી ગઇ હતી શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.
ખોડંબા ગામના 65 વર્ષીય ધર્માભાઈ રેવાભાઈ પટેલ ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ભુરાંટી બનેલી નીલ ગાય દોડી આવી ખેડૂત પર હુમલો કરી ત્રણ ચાર વાર પટકી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા ખેડૂતનું મોત નીપજ્યું હતું આક્રમક બનેલી નીલ ગાયથી ખેડૂતને બચાવવા ડંડા સાથે હિંમતભેર દોડેલા યુવક પર પણ નીલ ગાયે હુમલો કરતા આજુબાજુથી દોડી આવેલા લોકો હતભ્રત બન્યા હતા અને ભારે દેકારા કરતા ડંડા સાથે લોકો દોડી જતા નીલ ગાય ભાગી ગઈ હતી ખેડૂતને બચાવવા ગયેલ યુવકનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
 
			         
			         
                                                        