News Continuous Bureau | Mumbai
જંગલમાં એવા ઘણા પ્રાણીઓ છે, જેના વિશે માણસો જાણતા નથી અથવા જાણતા હોય તો પણ બહુ ઓછા જાણે છે. આવા જાનવરો દેખાતા નથી, પરંતુ ક્યારેક નસીબથી તેઓ દેખાઈ જાય છે અને તેમનો ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જોકે આવી રસપ્રદ પોસ્ટ ફક્ત IFS અધિકારીઓ દ્રારા જ જોવા મળે છે. તેઓ જ છોડ, પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રાણીઓના તસવીરો તથા વિડિયો પોસ્ટ કરે છે.
તાજેતરમાં IFS ઓફિસર આકાશ દીપ બંધવાને ટ્વિટર પર આવા જ એક દુર્લભ પ્રાણીનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો અને લોકો હવે તેને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોરદાર રીતે શેર કરી રહ્યા છે. IFS અધિકારી દ્વારા શેર કરાયેલ સફેદ પ્રાણીનો ફોટો સફેદ આલ્બિનો હરણનો છે. આ હરણ સોમવારે સવારે કરતનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યમાં જોવા મળ્યું હતું. IFS અધિકારીએ ટ્વીટમાં એમ પણ જણાવ્યું કે આ ફોટો ઘરીયલ કન્ઝર્વેશન ટીમના પુલકિત ગુપ્તાએ ઉપલબ્ધ કરાવ્યો છે.
Staying true to its tagline, “Katarniaghat- Where rare is common”, an albino spotted deer fawn was sighted this morning.
PC – Pulkit Gupta, Gharial Conservation Team pic.twitter.com/KPYCQzTp1P
— Akash Deep Badhawan, IFS (@aakashbadhawan) March 9, 2023
IFS અધિકારીના ટ્વીટ પર યુઝર્સે આ પ્રતિક્રિયા આપી
IFS અધિકારી આકાશ દીપ બંધવન કર્તનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યમાં વિભાગીય વન અધિકારી તરીકે પોસ્ટેડ છે. તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે આવા દુર્લભ પ્રાણીઓ ભાગ્યે જ જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ ફોટોમાં માદા હરણ સાથે અલ્બીનો ડીયર જોવા મળી રહ્યું છે. બંને એકસાથે બહાર નીકળતા જોઈ શકાય છે. આ ફોટો જોઈને ઘણા યુઝર્સે કોમેન્ટ કરી અને હરણની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી. તે જ સમયે, કેટલાક યુઝર્સે કહ્યું – આ હરણને જોવા માટે કર્તનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યમાં જવું પડશે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ! આ મામલે હેલિકોપ્ટર લઈને પૂર્વ વડાપ્રધાનના ઘરે પહોંચી પોલીસ..
આલ્બિનો પ્રાણીઓ કેવા હોય છે
નેશનલ જિયોગ્રાફિક અનુસાર, આલ્બિનિઝમ પ્રાણીઓમાં સફેદ રંગનું કારણ બને છે. તે ત્યારે થાય છે જ્યારે પ્રાણી બંને માતાપિતા પાસેથી એક અથવા વધુ ખામીયુક્ત જનીન મેળવે છે, જે સજીવને મેલાનિન બનાવવાથી અટકાવે છે. આ અસર ત્વચા, રૂંવાટી અને આંખોના રંગમાં દેખાય છે.આવા પ્રાણીઓને જોવાની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. જેના કારણે તેઓ આસાન શિકાર બની જાય છે.