જંગલમાં ફરી રહ્યા હતા ટૂરિસ્ટ્સ, પાછળ પડી ગયો ગેંડો, લગાવી એવી દોડ કે થઇ ગયો અકસ્માત.. જુઓ વિડીયો

by kalpana Verat
Rhino mom topples tourist SUV in Alipurduar; six injured

News Continuous Bureau | Mumbai

શું તમે ક્યારેય જંગલ સફારી પર ગયા છો? જંગલ સફારી પર જતી વખતે દરેક વ્યક્તિ જંગલી પ્રાણીઓ જોવા માંગે છે પરંતુ કેટલાક જંગલી પ્રાણીઓ પ્રવાસીઓના વાહન પર હુમલો કરી શકે છે. તેથી પ્રવાસીઓએ સાવચેત રહેવું જોઈએ. હાલમાં એક જંગલી ગેંડાએ પ્રવાસીઓની કાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે સફારીની મજા માણી રહેલા કેટલાક લોકો મોબાઈલથી શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કાર પાસે બે ગેંડા ઝડપથી દોડી આવે છે. બચવા માટે જીપના ચાલકે વાહન રિવર્સ ગિયર પર કર્યું હતું પરંતુ, વાહન બેલેન્સ ગુમાવતા જંગલમાંથી પસાર થતા રસ્તાને અડીને આવેલી નાની ખાડીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર સાત પ્રવાસીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને આ ઘટના પશ્ચિમ બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં બની હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More