News Continuous Bureau | Mumbai
ગીર જંગલના વન્ય પ્રાણીઓ હવે જંગલ છોડી ગામની સીમ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢતા હોય છે. પરંતુ હવે તો દરીયા કાંઠા વિસ્તારમાં સિંહ પરીવારે રહેણાંક બનાવી લીધુ હોય તેમ ઉનાના નવાબંદર દરીયા કાંઠા વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલ હતો. ઊનાના નવાબંદર દરીયા કાંઠા વિસ્તારમાં નવનિર્માણ જેટીનું કામ શરૂ હોય ત્યાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરતા હોય છે. એ દરમ્યાન ધોળા દિવસે ત્રણ ચાર સિંહ પરીવાર એક સાથે પસાર થતાં આજુબાજુમાં જેટીની કામગીરી કરતા શ્રમિકોમાં ભય વ્યાપી ગયેલ હતો. તેમજ નજીકમાં દરીયાની માછી સુકાવતા માછીમારો લોકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. અને આ સિંહ પરીવાર પસાર થતાં શ્વાન તેમજ અન્ય પશુઓમાં અફડા તફડી મચી ગઇ હતી. તેને જોઇ ત્રણ સિંહોએ દોટ મુકી હતી. અને દરીયા કાંઠાના જંગલ વિસ્તારમાં જતા રહ્યાં હતા.
આ સમાચાર પણ વાંચો : વાળ અને દાઢી કાપવાનો આ સૌથી શુભ દિવસ છે, તે અપાર ધન, સન્માન અને પ્રગતિ લાવે છે!
જોકે દરીયા કાંઠા વિસ્તારમાં વન્યપ્રાણીઓના આંટાફેરાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં તેમજ શ્રમિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમય થી વનય પ્રાણીઓ શિકાર માટે જગલ ની બહાર આવી જતા જોવા મળી રહ્યા છે જેમાં સિંહ દિપડા જેવા વનય પ્રાણી જગલ વિસ્તારની બહાર આવે છે ત્યારે માનવ વસવાટ વાળા વિસ્તારોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે વનય પ્રાણી માનવી ઉપર હુમલા કરે છે તેવા અનેક કિસ્સામાં જોવા મળે છે જેમાં મુખ્ય ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે જેથી માનવ વસવાટ વાળા વિસ્તારમાં વનય જીવો નો વધુ ખોફ ફેલાયો છે.