News Continuous Bureau | Mumbai
આજની યંગ જનરેશનમાં (young generation) સેલ્ફી (Selfie) નો ભારે ક્રેઝ છે પણ કેટલીકવાર આ શોખને કારણે તેમના જીવ જોખમમાં મુકાય જતા હોય છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયા (Social media) પર સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવતા અનેક લોકોના વીડિયો વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી પ્રાણી સંગ્રહાલયમાં (zoo) પ્રાણીઓ સાથે સેલ્ફી પડાવતી વખતે જોખમમાં મુકાય જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહણ (lioness) અને રીંછ (Bear) પિંજરામાં કેદ છે. દરમિયાન કેટલાક કર્મચારીઓ પ્રાણીની સંભાળ રાખી રહ્યા છે. તેવામાં આ યુવતી સિંહણ સાથે પિંજરા બહારથી સેલ્ફી લેવા જાય છે. ત્યારે જ રીંછ પોતાનો પંજો પિંજરા બહાર કાઢીને તે યુવતીની ટીશર્ટને પકડે છે. આ જોઈ યુવતીના હાલ બેહાલ થઈ જાય છે પણ થોડીવારમાં તે ત્યાંથી છૂટી જતા તે રાહતનો શ્વાસ લે છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
View this post on Instagram