News Continuous Bureau | Mumbai
મનુષ્યો પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ આપે છે. આ જ વસ્તુ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. પોતાના બચ્ચા સાથે રમતા એક દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર એમવી રાવ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
The bond that connects 👏
Nature is Amazing 🎉📽️ SM pic.twitter.com/jV9PG9FVww
— M V Rao @ Public Service (@mvraoforindia) May 4, 2023
વાયરલ વીડિયોની શરૂઆતમાં બચ્ચું પોતાની માતા દીપડા સાથે રમી રહ્યું છે જ્યારે માદા દીપડો જમીન પર આરામ કરે છે. બચ્ચુ દિપડાની પૂંછડીથી રમી રહ્યું છે. ત્યારે માદા દીપડો પણ મનોરંજક હરકતોમાં જોડાય છે અને બાળકને વ્હાલ કરે છે.
IAS અધિકારીએ વીડિયોને કેપ્શન આપ્યું, “બંધન જે જોડે છે. પ્રકૃતિ અદ્ભુત છે” પ્રાણી પ્રેમીઓ કમેન્ટ્સ સેક્શનમાં આ ક્લિપની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે. અગાઉ આવા જ એક વીડિયોમાં એક માતા તેના બચ્ચા સાથે રમતી વખતે ડરી જવાનો ડોળ કરતી જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..