Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

ઉદ્ધવને કહ્યું, કે તારી સાથે જ છું. પરમાત્માનું સતત સ્મરણ રહે એ સિદ્ધિ છે. તે પછી દ્વારકાનાથે ઉદ્ધવને ચરણપાદુકા આપી. ઉદ્ધવને થયું, હવે હું એકલો નથી. મારા ભગવાન મારી સાથે છે. મારા ભગવાન કાળના પણ કાળ છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખો. ઠાકોરજીને સાથે રાખો, એટલે પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરો. તુકારામજીએ કહ્યું છે:- મારા વંશનો નાશ થવાનો હોય તો ભલે થાય, મને ખાવાનું ન મળે તો ભલે ન મળે, પણ મારા ઠાકોરજી સદા મારી સાથે રહે. ઉદ્ધવ બદરીકાશ્રમ આવ્યા, ઉદ્ધવને સદ્ગતિ મળી, ઉદ્ધવ કૃતાર્થ થયા. તે પછી એક અધ્યાયમાં યાદવોના સંહારની કથા કહી. દ્વારકાલીલાની સમાપ્તિ થઈ તે જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો ભક્ત થયો, પુંડલિકને કૃતાર્થ કરવા દ્વારકાનાથ, વિઠ્ઠલનાથ થયા છે. જગતના જીવોનો ઉદ્ધાર કરવા દ્વારકાનાથ ઇંટ ઉપર બિરાજ્યા છે. વિઠ્ઠલનાથરૂપે ત્યાં બિરાજ્યા છે. પુંડલિકને દર્શન આપવા આવ્યા છે, પુંડલિક જલદી ઘરની બહાર આવતો નથી. ઊભા રહેતાં ભગવાનની કેડ દુ:ખવા લાગી. ના, ના, મારા વિઠ્ઠલનાથને પરિશ્રમ શું થાય? તેઓ તો જીવમાત્રને કહે છે, કે નિરાશ થશો નહિ. મારા શરણે આવજો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮

હું તમારા માટે જ ખડે પગે અત્રે ઊભો છું, કેડ ઉપર હાથ રાખી, જીવ માત્રને બોધ આપે છે, કે શરણે આવનારને માટે સંસાર સાગર આટલો જ ઊંડો છે. કેડપુર જળમાં કોઈ ડૂબે નહિ. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી, મારે શરણે આવો. તમે મારા ચરણનો આશ્રય કરશો, તો તરી જશો. શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરમાત્મા છે. સ્વયં ભગવાન છે. દ્વારિકાથી તેઓ પુંડલિક માટે પંઢરપુર આવ્યા અને આજે તેઓ પંઢરપુરમાં વિઠ્ઠલનાથ તરીકે બિરાજી રહ્યા છે. વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા, કોણ્રે કોણ્રે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા, વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા વાસુદેવે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા, વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા, વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા નંદબાબાયે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા,વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા મીરાંબાઈએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા,વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા,વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા,વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા પુંડરિકે દિઠેલા પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા ।। ઈતિ એકાદશ: સ્કંધ: સમાપ્ત: ।। હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More