પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો. મુખ ફેરવી લીધું. ધ્રુવજીને આશા હતી કે પિતાજી જરુર ગોદમાં લેશે. ધ્રુવજીએ બે હાથ ઊંચા કર્યા.બાપુ મને ગોદમાં લો.
સુરુચિ ધ્રુવકુમારને કહે છે:- અહીંથી ચાલ્યો જા.રાજાની ગોદમાં બેસવા તું લાયક નથી. તું અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં નહીંબેસી શકે.
ધ્રુવજી કહે છે:-મા!હું મારા બાપુનો દીકરો નહીં?
શુકદેવજી વર્ણન કરે છે. રાજન!તે વખતે સુરૂચિએ મેણું માર્યું છે કે તારી મા રાણી નથી. રાણી તો હુંછું. તારી મા દાસી છે. જો તારે રાજાની ગોદમાં બેસવા ઈચ્છા હોય તો તુંમારે પેટે જન્મ લે. તું વનમાં જા, તપશ્ર્ચર્યાથી ઈશ્વરનુંઆરાધન કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે તુંજન્મ માંગ.
ભગવાન પ્રસન્ન થયા પછી તારા ઘરે જન્મ લેવાની શી જરુર છે? પણ મૂર્ખ હતી એટલે આવુંબોલે છે.
તુંરાણીનો દીકરો નથી, દાસીનો દીકરો છે. ચાલ્યો જા અહીંથી.ધ્રુવને આશા છે કે બાપુ બે મિનિટ ગોદમાં લેશે.સુરુચિએ ફરીથી ધ્રુવકુમારનુંઅપમાન કર્યું છે.ચાલ્યો જા.ધુવકુમાર રડતાં રડતાં સુનીતિ પાસે આવ્યા છે.
સુનીતિએ પૂછ્યુંછેઃ-બેટા!તને શુંથયું? તું કેમ રડે છે?
બાળક સંસ્કારી હતો.એક અક્ષર બોલતો નથી. વારંવાર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાહ્યો છે.તે મારી સ્થિતિ જાણે છે.સુનીતિનો દીકરો સુશીલ હતો.મા જેની સુનીતિ એનો દીકરો સુશીલ હોય છે.વંશમાં અનેક લોકોનુંપુણ્ય ભેગું થાય તો, છોકરો ઉદાર બને છે.
ધ્રુવે વિચાર કર્યો કે હું વાત કહીશ તો પરંપરાથી માતપિતાની નિંદા કર્યાનું પાપ લાગશે.ત્યાં એક દાસીએ આવી વાત કરી કે ઓરમાન માએ કહ્યું છે:-તુંદાસીનો પુત્ર છે.ચાલ્યો જા.
સુનીતિએ વાત સાંભળી.સુનીતિના મનમાં થયું, સુરુચિનુંમેંકાંઇ બૂરુંકર્યું નથી. મારી શોક્યને માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમના માટે વેરના સંસ્કાર પડશે. ધ્રુવના મનમાં હંમેશને માટે સુરુચિ પ્રત્યે વેરનુંબીજ રોપાશે અને ભવિષ્યમાં તે અનર્થકરશે.સુનીતિના મનમાં દુઃખ તો ઘણુંથયું પણ તેને થયું, મારે બાળકમાં સારા સંસ્કાર પાડવા છે. મારા પુત્રને સંપત્તિ કે રાજ્ય ભલે ન મળે પણ મારે તેને સારા સંસ્કાર આપવા છે.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૮
માતા સુનીતિ હોય તો બાળકને હજાર શિક્ષકો કરતાં પણ વધારે ભણાવી શકે છે.
સુનીતિ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી બોલ્યાં. તારી ઓરમાન માએ શુંખોટું કહ્યું છે? તારીઓરમાન માએ જે બોધ તને કર્યો છે તે સારો છે. હુંપણ તને તે જ બોધ કરું છું.બેટા!ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જ માંગવી. મનુષ્ય પાસે ઘણું માંગશો ત્યારે આપશે ઓછું.અને કોઇ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. માટે ઠાકોરજી પાસે જ માંગવું.ભગવાન આપવા બેસે છે, ત્યારે જીવ લઈ શકતો નથી. બેટા!તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે.જીવમાત્રના સાચા પિતા તારા પરમાત્મા છે. મેંતને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એ ઘરમાં રહેવામાં સાર નથી. આ ઘરમાં રહીશ તો તારી ઓરમાન મા તને હંમેશાં દુઃખ દેશે. એટલે તું રડીશ. એટલે મને પણ દુઃખથશે, તેથી તારી એરમાન માએ તને જેવનમાં જવાનું કહ્યું છે, તે સાચુંકહ્યું છે. તેમાં તારું કલ્યાણ છે.
આરાધયાધોક્ષજપાદપદ્મં યદીચ્છસેડધ્યાસનમુત્તમો યથા ।।ભા.સ્કં.૪.અ.૮.શ્ર્લો.૧૯.
જો તુંઉત્તમની સમાન રાજસિંહાસન પર બેસવા ઇચ્છતો હોય તો શ્રીભગવાનનાચરણકમળનું આરાધન કર.
અનન્યભાવે નિજધર્મભાવિતેમનસ્યવસ્થાપ્યભજસ્વ પૂરુષમ્।।ભા.સ્કં.૪.અ.૮.શ્ર્લો.૨૨.
તુંસ્વધર્મપાલનથી પવિત્ર થયેલો છે તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપ, બીજા સઘળાનુંચિંતન છોડીને કેવળ તેમનું જ ભજન કર.
હવે આ ઘરમાં રહીશ નહીં.તું વનમાં જઈ ભગવાન નારાયણનું ભજન કર.
ધ્રુવજી માને કહે છેઃ-મને જેમ આ ઘરમાં માન નથી તેમ, તને પણ ક્યાં માન છે? ઓરમાન.
માએ તારો પણ તિરસ્કાર કર્યોછે. આપણે બન્ને વનમાં જઈ ભજન કરીશું.
સુનીતિ કહે:-બેટા હું સ્ત્રી છું.મારા પિતાએ મારું દાન, મારા પતિને કરેલુંછે.મારે તેની આજ્ઞામાં રહેવાનુંછે. ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહિ. તુંસ્વતંત્ર છે પણ હુંપરતંત્ર છું. મારા પતિને જે વહાલી લાગે તે ઓરમાન માની પણ હુંસેવા કરીશ.હું તને એકલો મોક્લતી નથી. મારાઆશીર્વાદ તારી સાથે છે. પરમાત્મા તને ગોદમાં લેશે. તું ગર્ભમાં હતો ત્યારે તારુંજેણે રક્ષણ કર્યું તેતારુંવનમાં પણ રક્ષણ કરશે. માટે વનમાં જઈ પરમાત્માનુંઆરાધન કર. મારા નારાયણ તને ગોદમાં લેશે.