પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સંચિત પ્રારબ્ધ કર્મને બાળવા ત્રણ જન્મ લેવા પડે છે.
ગીતાજીમાં ભગવાને કહ્યુંછે,બહુનાં જન્મનામન્તે । ગી.અ.૭.શ્ર્લો.૧૯.
ઘણા જન્મોને અંતે જીવ મને પ્રાપ્ત કરે છે.
વિદ્વાનોએ ત્યાં એવો અર્થ કર્યો છે કે “બહુનાં” એટલે ત્રણ જન્મ, જ્ઞાનીઓએ, યોગીઓએ કર્મોનો ક્ષય કરવા ત્રણ જન્મ તો લેવા જ પડે છે. ત્યારે ભાગવતમાં લખ્યું છે, ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપકરવાથી છ મહિનામાં ભગવાન મળે છે.
ધ્રુવજી કહે છેઃ-એ ભગવતચરણોની છાયાને મેંછ માસમાં પ્રાપ્ત કરી લીધેલી. આ ખોટું નથી.અનુભવ કરી જોજો.પણ ધ્રુવની રીતે.ધ્રુવે જે પ્રમાણે તપશ્ચર્યા કરેલી તે પ્રમાણે તપશ્ચર્યા કરજો.સાધન કરે એને સિદ્ધિ મળે છે.
ધ્રુવજીએ અનેક જન્મ તપશ્ર્ચર્યા કરી છે. પૂર્વ જન્મમાં છ માસમાં ધ્રુવને પરમાત્માનાં દર્શન થવાનાં હતાં.એના યોગને છ મહિના બાકી હતા. પૂર્વજન્મમાં ધ્રુવજીઘ્યાન કરતા હતા, ત્યાં રાજા-રાણી આવ્યાં ધ્રુવજીએ વિચાર્યું.આ રાજા-રાણી સુખ ભોગવે છે.તેવુંસુખ મેં ભોગવ્યુંનથી. તેથી તેને આ જન્મ રાજાને ત્યાં મળ્યો છે.
નારદજી તે પછી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે. ઉત્તાનપાદ રાજા પસ્તાય છે. ધ્રુવના ગુણ યાદ કરે છે.નારદજીએ મનમાં વિચાર કર્યો, આ મારા ચેલાનો બાપ છે. તેનો ઉદ્ધાર કરવો પડશે.આ સુરુચિને આધીન છે.રાજા સુરુચિમાં ફસાયો છે. તે જીભને વશ કરશે,તો તેની સાધના સફળ થશે. જીભ સુધરે તો સુરુચિનો મોહ ઓછો થાય. રાજાને કહ્યું.તુંછ માસ કેવળ દૂધ ઉપર રહેજે અને અનુષ્ઠાન કરજે.
ધ્રુવજી મધુવનમાં આવ્યા છે.પ્રથમ દિવસે ઉપવાસ કર્યોપછી ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી ધ્યાન કરે છે. કેવળ ફળાહાર કરે છે.
અન્નનો આહાર કરવાથી શરીરમાં રજોગુણ વધે છે. ફળાહાર કરવાથી શરીરમાં સત્ત્વગુણ વધે છે.
બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો.હવે એકી સાથે છ દિવસ ધ્યાનમાં બેસવું છે. એક આસને છ દિવસ ધ્યાનમાં બેસે છે. ત્રીજો માસ આવ્યો. હવે નવ દિવસ એક આસને બેસે છે.હવે ફળ ખાતા નથી.ઝાડનાં પાન ખાય છે. સંયમ ધીરે ધીરે વધારો તો ભક્તિ વધશે.જેનો એક વાર ત્યાગ કર્યો એ વિષયમાં ફરીથી મન ઈન્દ્રિયોને જવા દેશો નહિ.ચોથો મહિનો આવ્યો.હવે ફકત યમુનાજીનું જળ લઈ બાર દિવસ એક આસને બેસે છે.પાંચમાં મહિને હવે જળ નહિ, વાયુ ભક્ષણ કરે છે.અને પંદર દિવસ એક આસને બેસે છે.હવે છઠ્ઠો માસ આવ્યો. ધ્રુવજીએ નિશ્ચય કર્યોહવે પરમાત્માં મળશે ત્યારે જ -આસન ઉપરથી મારે ઊઠવુંછે.ભગવાન ન મળે ત્યાં સુધી મારે ઊઠવું નથી એવો નિશ્ર્ચય કરી ધ્યાન-જપમાં બેઠા, દૃઢ નિશ્ચય હશે તો ભગવાન જરૂર મદદ કરશે.
બ્રહ્માકારવૃત્તિ થાય છે, પણ તેને કાયમને માટે ટકાવવી મુશ્કેલ છે.છ મહિના સુધી સતત પરમાત્માનુંધ્યાન કરે છે. ધ્રુવજી હ્રદયમાં નારાયણના સ્વરૂપને નિહાળે છે. હવે જીભથી નહિ મનથી જપ થાય છે. નામથી રુપ પ્રગટ થાય છે.
ધ્રુવની તપશ્ચર્યા જોઈ, દેવો ભગવાન નારાયણ પાસે આવ્યા, આપ ધ્રુવકુમારને જલ્દી દર્શન આપો.ભગવાન દેવોને કહે છે:-ધ્રુવને દર્શન આપવા નહીં, મારા ધ્રુવનાં દર્શન કરવા હું જવાનો છું. આજ ધ્રુવજીનાદર્શન કરવાની ઈચ્છા ભગવાનને થઈ છે. ચોખ્ખુંલખ્યુંછે. મધોર્વનંભૃત્યદિદૃક્ષયા ગત: ।।
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૧
પંઢરપુરના મંદિરમાં એક દિવસ શ્રી વિઠ્ઠલનાથ અને રૂક્મિણીજી વચ્ચે નીચે પ્રમાણે સંવાદ થયેલો.
રુક્મિણીજી:-તમારા આટઆટલા ભક્તો રોજ દર્શન કરવા આવે છે, તેમ છતાં તમે કોઈ જોડે નજરમેળવતા નથી. દૃષ્ટિ નીચી જ રાખો છો.
ભગવાન કહે છે:-જે મારે માટે આવે છે તેને હું નજર આપું છું. મંદિરમાં લોકો શા શા ભાવથી દર્શન કરવા આવે છે તે હુંજાણું છું.મંદિરમાં આવીને સર્વ પોતાના માટે કાંઈક ને કાંઇક માંગે છે. કેવળ મારા માટે કોઈક જ આવે છે. કેવળ મારા માટે આવે તેને હું નજર આપુંછું.
પંઢરપુરમાં ભગવાનનાં દર્શન માટે એટલી ભીડ હોય છે કે સવારે ગયેલામાણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય છે.એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછયું આટલા બધા ભક્તો આપનાં દર્શન માટે આવ્યા છે, અને આપ ઉદાસ કેમ છો?ભગવાને કહ્યુંકે આ બધા તો સ્વાર્થીભેગા થયા છે.આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે, તે મારો તુકારામ હજુ આવ્યો નથી. તુકારામ બીમાર હતા.પથારીમાં પડયા પડયા વિચાર કરતા હતા કે મારાથી વિઠ્ઠલનાથના દર્શન કરવા જઇ શકાય તેમ નથી. મારા વિઠ્ઠલનાથ મારા ઘરે દર્શન આપવા શુંનહિ આવે? પ્રેમ અન્યોન્ય હોય છે.ભગવાને લક્ષ્મીજીને કહ્યું, તુકારામબીમાર હોવાથી આવી શક્યા નથી. માટે આપણે તેમને ત્યાં જઈશું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથનાં દર્શન કરવા આવ્યા છે. અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં.