પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
દેવહૂતિ કહે છેઃ-આપ સત્સંગ કરવાની આજ્ઞા કરો છો, પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી.
કપિલ ભગવાન કહે છેઃ-મા! એવું થાય તો માનવું કે મારું પાપ છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદ્ભાવના થતી
નથી. મા! સંત શોધવા તું કયાં જઈશ? તું સંત થા, એટલે સંત તને મળશે.
એકનાથ, તુકારામ, નરસિંહ મહેતા ગૃહસ્થાશ્રમી હતા, તેઓ ઘરમાં રહીને સંત થયેલા, સંતોના લક્ષણો જીવનમાં ઉતારો
તો સંત થશો.
સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના, સાચા સંતો મળશે નહિ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. હનુમાનજીને
ક્રોધમાં આંખ લાલ થતાં ધોળાં ફૂલ પણ લાલ દેખાયાં હતાં.
સુંદરકાંડમાં સઘળું સુંદર છે. સુન્દરે સર્વ સુન્દરમ્ । સુંદરકાંડનું નામ સુંદર એટલા માટે રાખ્યું છે કે હનુમાનજીને સીતાજી
માં માતાજીનાં પરાભક્તિનાં દર્શન થયા હતાં.
બ્રહ્મચર્ય અને રામનામની શક્તિ હોય તો આ દરિયો-આ સંસાર સાગર ઓળંગાય. હનુમાનજી જેવા હોય તે જ આ
દરિયો ઓળંગી શકે. દરિયો ઓળંગી હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જયારે
અશોકવનમાં આવ્યા ત્યારે ત્યાંનાં ફૂલઝાડ ઉપર ધોળાં ફૂલ ખીલી રહ્યાં હતાં. સીતાજી જયાં હોય તે અશોકવન. ભક્તિ જ્યાં હોય
ત્યાં શોક ન હોય.
હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા. હનુમાનજીએ પ્રગટ થઇ વિરોધ નોંધાવ્યો. મહારાજ તમે ખોટું કહી રહ્યા છો. મેં
તે વખતે અશોકવનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલાં, તે વખતે ફૂલો ધોળાં નહિ, રાતા હતાં. એકનાથ મહારાજે કહ્યું
મારા સીતારામજીને રીઝાવીને હું કહું છું. મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો. રામજીએ કહ્યું,
તમે બંને સાચા છો. ફૂલો ધોળાં હતાં. પરંતુ હનુમાનજીની આંખો તે વખતે ક્રોધથી લાલ થયેલી હતી, એટલે એમને ફૂલો રાતા
દેખાયાં, બાકી ફૂલો ધોળા હતાં.
જેવી મનુષ્યની દ્રષ્ટિ હશે, તેવી તેને સૃષ્ટિ દેખાશે, દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાયો, બધા દુર્જન જ માલૂમ
પડયા. ત્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઇ દુર્જન ન દેખાયો, તેમને બધા સજ્જન લાગ્યા.
સંતોના ધર્મો-સંતોના લક્ષણોમાં તિતિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, સહન કરો, તો સુખી થશો.
સંતોના ચરિત્રો વાંચો. સંતોને ખૂબ દુઃખ પડયું છે, પણ તે દુઃખોની અસર સંતોનાં મન ઉપર થતી ન હતી. અતિશય
સહન કરે છે તે સંત.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૮
એકનાથ મહારાજ પૈઠણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના માર્ગ ઉપર એક પઠાણ રહે. તે માર્ગથી જે સ્નાન કરીને
જાય તેમને પઠાણ બહુ તંગ કરતો. એકનાથ મહરાજ પણ એ જ રસ્તે ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. પઠાણ મહારાજને તંગ
કરતો. પણ એકનાથ સર્વ સહન કરે. એક દિવસ પઠાણને થયું આ મનુષ્ય ગુસ્સો કેમ કરતો નથી? આજે તેને ગુસ્સો કરાવવો જ
છે. એકનાથજી મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા ફરતા હતા. પેલો યવન મહારાજ ઉપર થૂંકયો. મહારાજ ફરીથી સ્નાન
કરવા ગયા, પણ યવન ઉપર ગુસ્સે થયા નહીં. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને યવન તેમના ઉપર થૂંકે. મહારાજ ગોદાવરી
માને કહે, તું ફરી ફરી મને સ્નાન કરવા બોલાવે છે, તારી કૃપા છે. યવન તેનો રસ્તો ન છોડે, ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો
નથી. યવન આ પ્રમાણે એકસો આઠ વાર થૂંકયો. મહારાજ ૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવા ગયા. યવન શરમાયો. મહારાજના
પગે પડી ક્ષમા માંગી. આપ સંત છો, આપ ઇશ્વર છો. હું તમને ઓળખી શક્યો નહિ. મહારાજ કહે, એમાં ક્ષમા કરવા જેવું શું છે?
તારે લીધે મને આજે ૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઇશ્વરનું અનુસંધાન રાખે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ ક્યાંથી?
મા! જે ખૂબ સહન કરે છે, તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઇશ્વરનો અનુગ્રહ સમજે એ મહાન વૈષ્ણવ.
દુષ્ટ લોકો કોઇનું સારું જોઈ શકતા નથી. દુષ્ટ લોકોએ તુકારામને ગધેડા ઉપર બેસાડયા છે. તુકારામની પત્નીને આથી
દુ:ખ થાય છે. તુકારામ પત્નીને કહે છે, મારા વિઠ્ઠલનાથે મારે માટે ગરુડ મોકલ્યો છે, તેના ઉપર બેઠો છું. સર્વને ગધેડો દેખાય
છે. તુકારામની પત્નીને ગરુડ દેખાય છે. જગતમાં ખૂબ સહન કરો. જગતમાં અંધારું છે, એટલે પ્રકાશની કિંમત છે.
તિતિક્ષા એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું, કરુણા બીજું, સર્વ દેહધારીઓ પ્રતિ સહ્રદયભાવ, ત્રીજું અજાતશત્રુ, શાંત
સરળ સ્વભાવ વગેરે લક્ષણો બતાવ્યાં. શાંતિની પરીક્ષા પ્રતિકૂળતામાં થાય છે. અર્થનું-પૈસાનું અનુસંધાન રોજ રાખો છો. પરંતુ તે
સાથે પરમાત્માનું અનુસંધાન રાખશો તો પૈસો પણ મળશે અને શાંતિ પણ મળશે. ભાગવતકાર કહે છે, આ જીવનગાડીના ફકત
પાટા જ બદલવાના છે. ઈશ્વર માટે કંઈક ત્યાગ કરો.
સંત પ્રભુને માટે સર્વનો ત્યાગ કરે છે, મત્કૃતે ત્યક્તકર્માણ: ત્યક્તસ્વજનબાન્ધવા: ।
સંત મારા માટે સંપૂર્ણ કર્મ તથા તેમના સગાસંબંધીઓનો ત્યાગ કરે છે, સંતો પરમાત્મા માટે સંસારના વિષયોનો
બુદ્ધિપૂર્વક ત્યાગ કરે છે.
ભગવાન કસોટી કરીને અપનાવે છે.
નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી, મહેતાજીએ કહ્યું-ભગવાન! કળીયુગમાં આવી કસોટી કરશો, તો કોઈ તમારી સેવા
કરશે નહીં.