પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હ્રદયમાં હોવું જ જોઇએ કે જેથી દુઃખમાં ખાત્રી
થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખ આવ્યાં છે. પરમાત્માએ વિચાર્યું, પાંડવોને પૃથ્વીનું રાજ્ય
મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. સર્વ રીતે પાંડવો સુખી થાય એ સારું નથી. પાંડવોને આ સુખમાં કદાચ
અભિમાન થશે તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે, ઠાકોરજી કોઇ વખત નિષ્ઠૂર જેવા બની જાય છે, સુખમાં પાંડવો
સાનભાન ન ભૂલે તેથી આ દુઃખ પ્રભુએ આપ્યું. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. અશ્વત્થામા અને અર્જુનનું યુદ્ધ
થાય છે. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે. પણ મારવાની હિંમત થતી નથી. ગુરુપુત્ર ગુરુ સ્વરૂપ છે.
અશ્ર્વત્થામાને બાંધી, અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદી આંગણામાં બેઠેલાં છે. પુત્ર શોકથી રડે છે. અશ્વત્થામાની
આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડતાં આવ્યાં છે. અશ્વત્થામાને વંદન કરે છે. કહે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાનાં
પાંચ બાળકોને મારનારને દ્રૌપદી વંદન કરે છે.
આ સાધારણ વેરી નથી. પાંચ બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે, છતાં તેને બ્રાહ્મણ માની દ્રૌપદી પ્રણામ કરે
છે. તમારા વેરી તમારા આંગણે આવ્યો હોય તો તમે તેને જય શ્રીકૃષ્ણ કહેશો? ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનને સુધારજો.
વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે. વંદનથી થાય છે.
વૈષ્ણવ એ કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રીકૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને દેખાય તે કૃષ્ણનું સ્વરૂપ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૯
અશ્ર્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે. હું વંદનીય નથી. અશ્વત્થામા કહે છે:-દ્રૌપદી, લોકો જે તમારાં
વખાણ કરે છે, તે ઓછાં છે. તે વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણથી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને
ઉદ્દેશી કહ્યું છે, વામસ્યભાવા કોમળ હ્રદયવાળી, સુંદર સ્વભાવવાળી.
જેનો સ્વભાવ સુંદર, તે ભગવાનને વહાલો લાગે છે. શરીર જેનું સુંદ૨ છે, તે ઠાકોરજીને સર્વદા ગમતો નથી. પણ જેનો
સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. સ્વભાવ સુંદર કયારે બને? અપકારનો બદલો પણ ઉપકારથી આપે ત્યારે.
દ્રૌપદી બોલી ઊઠયાં:-તેને છોડી દો. તેને મારશો નહીં. આ ગુરુ પુત્ર છે. જે વિદ્યા દ્રૌણાચાર્યે પોતાના પુત્રને ન આપી,
તે તમને આપી, તમે તે ભૂલી ગયા. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લૂલી, લંગડી, વાંઝણી હોય તો પણ ગાયના શુકન
મનાય છે. ભેંસના શુકન માનવામાં આવતા નથી. ગાય અને બ્રાહ્મણ વંદનીય છે.
દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દયારુપી દ્રૌપદી સાથે જીવ ન પરણે, ત્યાં સુધી શ્રીકૃષ્ણ તેના સારથિ બનતા નથી. અર્જુન
જીવાત્મા ગુડાકેશ: અને શ્રીકૃષ્ણ ઋર્ષીકેશં છે. એ જોડી, આ શરીર રથમાં બેઠી છે. ઈન્દ્રિયોરૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો
તો, કલ્યાણ થશે. ઈન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમ એ બળ છે. સહદેવ-નકુલ બુદ્ધિ, જ્ઞાન છે. આ
ચાર ગુણવાળો જીવ અર્જુન છે, આ ગુણો ક્યારે શોભે છે? જયારે દ્રૌપદી દયા તેની પત્ની બને છે ત્યારે. જીવ દયા-દ્રૌપદી સાથે
લગ્ન કરે છે ત્યારે. દ્રૌપદી કયારે મળે? ધર્મને મોટો માને ત્યારે. પરમાત્મા સારથિ તો જ થાય, તેના જ થાય કે જે ધર્મને મોટો માને
છે આજે તો લોકો ધર્મને મોટો માનતા નથી. ધનને મોટું માને છે. અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયો છે.
માનવજીવનમાં ધન મુખ્ય નથી. ધર્મ મુખ્ય છે. ધન, ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કાંઇ કાર્ય કરવું હોય તો પહેલાં
ધર્મને પૂછજો. આ કાર્ય કરવાથી મને પાપ તો નહિ લાગે? તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથિ થશે.
પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્ર્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે ગમે.