પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પૃથુ મહારાજ એક વાર અર્ચિ રાણી સાથે બેઠાછે. સનત્ કુમારો ત્યાં આવ્યા છે. સત્સંગથી તેમને વૈરાગ્ય થયો છે. અર્ચિ સાથે વનમાં ગયા છે.પૃથુ મહારાજ સ્વર્ગમાં ગયા.
સનત્ કુમારના ઉપદેશથી પૃથુરાજાએ વનનો આશ્રય કર્યો.પ્રાચીનકાળમાં રાજાઓ પણ રાજય છોડી,વનમાં જઈ પ્રભુનું ભજન કરતા હતા.પરંતુ અર્થ અને ભોગ પ્રધાન આ કાળમાં કોઇને વનમાં જવાની જરૂરલાગતી નથી. એટલે સુખ,શાંતિ કયાંથી મળે?
પૃથુ પછી તેમનો પુત્ર વિજિતાશ્ર્વ રાજા થયો. તેને ત્રણ ભાઈઓ હતા:-હર્યક્ષ, ધૂમ્રકેશ અને વૃક, તેપછી અન્તર્ધાનને ત્યાં હવિધાન અને હવિર્ધાનને ત્યાં પ્રાચીન બર્હિરાજા થયો. પ્રાચીન બર્હિરાજાને ત્યાં દશ બાળકો થયા છે. એમના નામ પ્રચેતા થયા છે. પ્રચેતાઓ નારાયણ સરોવરને કિનારે આવ્યા છે. નારદજી તેમને રુદ્રગીતનો ઉપદેશ કરે છે.તમે તપ કરો. તપ વગર સિદ્ધિ મળતી નથી.તપ ન કરે તેનુંપતન થાય છે. શંકર ભગવાન આવી, આજ્ઞા આપી અદૃશ્ય થયા છે. પ્રચેતાઓ શંકરે બતાવેલા સ્તોત્રનો જપ કરતાં તપશ્ચર્યા કરે છે.
તે સમયે નારદજીએ પ્રાચીનબર્હિરાજાને પ્રશ્ર્ન કર્યો છે:-તમે અનેક યજ્ઞો કર્યા, પણ તમને શાંતિમળી?રાજાએ કહ્યું, મને શાંતિ મળી નથી. નારદજી પૂછે છે. તો પછી આ યજ્ઞો તમે કેમ કરો છો?રાજાએ કહ્યું-મને પ્રભુએ બહુ આપ્યું છે, એટલે યજ્ઞો કરુંછું. યજ્ઞોદ્વારા બ્રહ્મણોની સેવા કરુંછું.યજ્ઞદ્વારા સમાજસેવામા સંપત્તિનો સદુપયોગ કરુંછું. યજ્ઞથી પણ શાંતિ નથી.
પ્રાચીન બર્હિરાજાને નારદજી સમજાવે છે:-જન્મમરણના ત્રાસમાંથી જીવ છૂટે તો જ પૂર્ણ શાંતિ મળે.યજ્ઞથી તારુંકલ્યાણ થવાનુંનથી. એ ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. સ્વર્ગમાં તુંજઈશ પણ પુણ્યનો ક્ષય થશે એટલે, સ્વર્ગમાંથી તને ધકેલી દેશે.માટે શાંતિથી બેસી તુંઆત્મસ્વરૂપનું ચિંતન કર. તને તારા આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. હવે યજ્ઞ કરવાની જરૂર નથી. શાંતિથી ઇશ્વરનુંઆરાધન કર.
પ્રાચીન બર્હિરાજા કહે છે:-આપ બહુ સુંદર ઉપદેશ કરો છો.
નારદજી કહે છે:-તને તારા સ્વરૂપનુંજ્ઞાન નથી. જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને કેવી રીતે ઓળખી શકે?એક કથા કહુંછું તે સાંભળ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૬
પ્રાચીનકાળમાં પુરંજન નામે એક રાજા થયો હતો. રાજાનો એક મિત્ર હતો. તેનું નામ અવિજ્ઞાત, અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સારુ સતત પ્રયત્નશીલ રહેતો છતાં, પુરંજને આ વાતની ખબર ન પડે એવી કાળજી રાખતો હતો.અવિજ્ઞાત તે ઈશ્વર છે. સંત રૂપે ઈશ્ર્વર જીવને મદદ કરે છે. તે પુરંજન-જીવાત્માનેસુખી કરવા માટે વરસાદ વરસાવે, અનાજ ઉત્પન્ન કરે, છતાં પુરંજનને ખબર પડવાદે નહિ, પુરંજન પણ હું કોને લીધે સુખી છું,તેનો વિચાર કરતોનથી. પરમાત્માની અવિજ્ઞાત લીલા છે .ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. ભગવાન કહે છે, ખાવાનુ કામ તારું.પચાવવાનું કામ મારું.પ્રચામ્યન્નંતુર્વિધમ।જીવ જમે છે, પરમાત્મા પચાવે છે. અંદર ઠાકોરજી અગ્નિરૂપે બિરાજે છે.ખાધા પછી ભગવાન કહે છે, હવે સૂવાનું કામ તારું. જાગવાનુંકામ મારું.આપણે ગાડી છીએ ને જીવાત્મા મુસાફર છે. ગાડીને ચલાવનાર પરમાત્મા છે. ભગવાન સૂઇ જાય તો અચ્યુતમ્કેશવમ્થઇ જાય. રેલ્વે, એન્જિનનો ડ્રાઈવર સૂઈજાય તો ગાડી અટકી જાય.મુસાફર સૂઈજાય, પણ ઇશ્વર-સુત્રધાર સૂતો નથી. છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે?
સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે. ભગવાનનુંભજન પ્રાત:કાળમાં થાય છે. સૂર્યોદય થયા પછી બીજાના રજોગુણ, તમોગુણની રજકણો તમને અસર કરશે.તેથી સારી રીતે તમારાથી ભજન નહિથઈ શકે.જીવ ભલે સૂએ, ભગવાન સૂતા નથી.
પુરંજન એટલે જીવાત્મા.પુરંજને વિચાર કર્યો નહિ કે તે કોને લીધે સુખી છે. સર્વદા ઉપકાર કરનારઇશ્વરને ભૂલી, ફરતો ફરતો તે એક નવ દરવાજાવાળી નગરીમાં દાખલ થયો.નવ દરવાજાવાળી નગરી તેમાનવ શરીર. ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું, તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબઆપ્યો, હુંકોણ છુંતે હું જાણતી નથી. પણુ હુંતમને સુખી કરીશ.