પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શ્રવણાદિ સપ્ત પ્રકારનીભક્તિ સિદ્ધ કર્યા પછી એક વાર પતિનુંમરણ થયું એ જાણીદુ:ખી થયેલી તે કન્યાને પરમાત્માએસદ્ગુરુ રૂપે આવી બોધ કર્યો.ભક્તિના સાત પ્રકારો સિદ્ધ થાય તે પછી પરમાત્મા સખ્યનુંદાન કરે છે. આત્મનિવેદનનું દાન કરે છે. એટલે જે મિત્રને-અવિજ્ઞાતને આ જીવ માયાથી ભૂલી ગયો હતો તે, સદ્ગુરુ તરીકે આવ્યા, એટલે કે અવિજ્ઞાતરૂપેપરમાત્મા ત્યાં આવ્યા અને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો કે તુંમને છોડીને ગયો, મારાથી વિખૂટો પડયો અને નવ દ્વારવાળી નગરીમાં રહેવા ગયો ત્યારથી દુઃખી થયો છે. તુંતારા સ્વરૂપને ઓળખ.લૌકિક સુખમાં મનુષ્ય એટલો ફસાયેલો રહે છે કે તે આત્મસ્વરૂપનો વિચાર કરતો નથી તત્ત્વમસિ । તું મારો મિત્ર છે, મારો અંશ છે, મારું સ્વરૂ૫ છે. તુંસ્ત્રી-પુરુષરૂપ નથી. તું મારા સામુંજો તો ખરો,પુરંજન પ્રભુ સન્મુખ થયો, જીવ બ્રહ્મનુંમિલન થયું, જીવ કૃતાર્થ થયો.રાજા તું જ પુરંજનછે. તુંઅનેક વાર સ્ત્રી થયો અને અનેક વાર પુરુષ થયો, તો પણ તને તૃપ્તિ થતી નથી. હજુ જગતમાં કેટલું ભટકવુંછે?પરમાંત્માનો આશ્રય કરી પ્રભુનું ચિંતન કરતાં, પ્રભુનાં સ્વરૂપમાં લીન થઈશ તો, તુંકૃતાર્થ થઈશ.
ભક્તમાળમાં અમરદાસજીની કથા આવે છે. એક વખત અમરદાસજીએમાતાજીને પૂછ્યું.મા!મારાજન્મપહેલાં હુંકયાં હતો? મારું અસલી ઘર કયાં છે?આ બુદ્ધિ જાણતી નથી કે તેનું અસલી ઘર કયાં છે. તેથી જીવ જગતમાં ભટકે છે.
નારદજીએ પ્રાચીન બર્હિરાજાને પુરંજન આખ્યાન કહી સંભળાવ્યું. વિષયોમાં જીવ એટલો ફસાયો છે કે, હુંકોણ છુંતેનો પણ તે વિચાર કરતો નથી. તો તે પરમાત્માને તો કયાંથી જાણી શકે?જે પોતાની જાતને જાણતો નથી, તે પરમાત્માને કયાંથી જાણી શકે?આ પ્રમાણે જીવાત્માની કથા કહી. પ્રાચીન બર્હિરાજાને આનંદ થયો છે. હવે હુંકૃતાર્થ થયો છું, હવે યજ્ઞ કરીશ નહિ. પ્રાચીન બર્હિરાજા ભાગવત ચિંતન કરતાં કરતાં ભગવાનમાં લીન થયા છે.કથા મનુષ્યને પોતાના દોષનુંભાન કરાવે છે, અને ભાન કરાવી તે દોષો છોડાવે છે.
પૂર્વ જન્મનુંપ્રારબ્ધ ભોગવીને પૂરુંકરવાનુંછે, પણ નવું પ્રારબ્ધ ઊભુંકરશો નહીં.એવું સાદું જીવનગાળો કે જન્મમરણ છૂટી જાય.
આત્મા પરમાત્માનો અંશ છે.જીવાત્મા શરીરથી જુદો છે. જીવાત્મા બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, સ્ત્રીનથી કે પુરુષ નથી. આત્મસ્વરૂપનુંભાન અને દેહનુંવિસ્મરણ થાય તો મનુષ્યને જીવતાં જ મુક્તિ મળે છે.
મનુષ્યને જગત નથી એવો અનુભવ થાય છે.પણ હું નથી એવો અનુભવ થતો નથી. અહમનુંવિસ્મરણ કદી થતું નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૮
પ્રચેતાઓએ દશ હજાર વર્ષ નારાયણ સરોવર કિનારે જપ કરેલા ત્યારે તેઓની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા.
જપથી મનશુદ્ધિ થાય છે.જપ વિના જીવન સુધરશે નહિ. રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવ ઉપરથી લેખેલુંછે કે તેર કરોડ જપ કરવાથી, ઈશ્વરના સાક્ષાત્દર્શન થાય છે.
જપ પૂર્વજન્મના પાપ પણ બાળે છે.જપનુંતરત ફળ જોવામાં ન આવે તો માનવું કે પૂર્વ જન્મનુંપાપ હજુ બાકી છે.તેનો નાશ થઈ રહ્યો છે. આ વિષે વિદ્યારણ્ય સ્વામીનું દૃષ્ટાંત યાદ રાખવા જેવું છે.
વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ ગરીબહતી. તેમણે અર્થપ્રાપ્તી માટે ગાયત્રી મંત્રના ચોવીસ પુનશ્ર્ચરણ કર્યા, પરંતુઅર્થપ્રાપ્તિ ન થઇ.તેથી કંટાળી અંતે તેમણે સંન્યાસ લીધો. તે વખતે તેમને ગાયત્રી માનાં દર્શન થયાં. ગાયત્રી માતાએ કહ્યું:-માંગ, માંગ.હું તારા ઉપર પ્રસન્ન છું.
વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાને કહે છેઃ-માતાજી!જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યાં, તો હવે તમારી શી જરૂર છે?પણ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે તરત કેમ પ્રસન્ન ન થયાં?
ગાયત્રી માતા કહે છે:-તુંજરા પાછળ જો.
વિધારણ્ય સ્વામીએ પાછળ જોયુંતો, તેમણે ૨૪ પહાડોને બળતા જોયા. તેઓએ માતાજીને પૂછ્યું.માતાજી, આ શું કૌતુક છે? ગાયત્રી માતા કહે છે કે તારા અનેક જન્મોનાં પાપ હતાં.તારાં એ અનેક જન્મોનાં પાપોને જો.તે પાપો તેંકરેલી તપશ્ચર્યાથી બળી રહ્યાં છે. ચોવીસ પર્વતો જેટલાં તારાં એ પાપોનો ક્ષય થયો એટલે હુંતરત આવી.જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી મારાં દર્શન થતાં નથી.