પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સીયારામ મય સબ જગ જાની, કરઉ પ્રનામ જોરિ જુગ પાની ।।
જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનશે હાડચામડાની પૂતળી છે, વિષ્ટા, મળમૂત્રથી ભરેલી છે, તેમાં શું બળ્યું છે?
એમ માની તે દ્દષ્ટિને તેમાંથી હઠાવી લેશે.
વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો તેને લાગશે કે આ સાક્ષાત્ લક્ષ્મી જેવી છે.
જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગૃહસ્થ માટે થોડો અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણાં માટે સુલભ છે. જગત
બ્રહ્મરૂપ છે, એમ માનવું સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. સ્ત્રી સુંદર છે. પણ જ્ઞાની કહે છે વિષ્ટામૂત્રથી ભરેલું
પૂતળું છે, તેમાંથી મનને હઠાવશે. સૌન્દર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીના દેહનો તિરસ્કાર કરશે.
પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડશે તો, લક્ષ્મીદેવી માની, નિર્વિકાર થઈ નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદ્ભાવથી જોશે.
કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભગવતભાવ રાખી નિર્વિકાર ભાવે વંદન કરવું સારું છે.
મહાપ્રભુજી કહે છે:-પ્રત્યેક પદાર્થ શ્રીકૃષ્ણનો અંશ છે. તેથી આ જગત સત્ય છે.
પરંતુ ખંડન-મંડનની ભાંજગડમાં પડવું નહીં, તેથી રાગદ્વેશ ઊભા થાય છે.
જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે. જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની
પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે. જડભરતની જેમ.
જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ
જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી
કહેશે.
મૈં સેવક સચરાચર, રૂપ સ્વામી ભગવંત.
ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. ઋષભાવતાર
જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે.
પંચમ સ્કંધ, એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે. વ્યાખ્યારૂપ છે.
બીજા સ્કંધમાં, ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા
સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૨
હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું? એ પાંચમા સ્કંધમાં સ્થિતિલીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો
વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે:-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઇચ્છા ન હતી. તેમ છતાં
તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેમણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઈ?
શુકદેવજી વર્ણન કરે છે:-રાજન! ઘર ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થે ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં
સમભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વ પ્રત્યે સમભાવ રાખી શકતો નથી.
શ્રીકૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સમભાવ રાખે છે, શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ
માંગવા આવ્યો. અગાઉ દુર્યોધને શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું છતાં, દુષ્ટ નફ્ફટ થઈ મદદ માંગવા આવ્યો. સાધારણ મનુષ્ય
પોતાનું થયેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રીકૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ
મદદ માંગવા આવેલો. દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું. માંગવાનો મારો અધિકાર પહેલો છે. શ્રીકૃષ્ણ કહે:-હું બંનેને મદદ
કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્રશસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે. મને
વાતો કરનારની જરૂર નથી. યુદ્ધ કરનારની જરૂર છે. માંગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માંગી. અર્જુને શ્રીકૃષ્ણ
માંગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સમભાવ રાખે છે તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી. આદર્શ સંન્યાસી છે.
ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કરતા ક્યારેક કાંઈકે વિઘ્ન આવે છે, તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું મારે આ વ્યવહાર છોડી દેવો
છે.
પરમાર્થમાં અભેદબુદ્ધિ અને વ્યવહારમાં ભેદબુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષ
આવે છે. ભેદભાવ હોય તો કામ-ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને
એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં
ભક્તિ કરે છે.