પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
છ વસ્તુમાં પરમાત્માએ માયા રાખી છે.
(૧) ભોજનમાં મન ફસાય છે.(૨) દ્રવ્યમાં મન ફસાય છે.(૩) કપડામાં મન ફસાય છે.
(૪) સ્ત્રીમાં મન ફસાય છે.(૫) ઘરમાં મન ફસાય છે.( ૬) પુસ્તકમાં મન ફસાય છે.
છેલ્લા બે ગૌણ છે. પહેલા ચાર પ્રધાન છે. આસ્ત્રીની નિંદા નથી. કામ સુખની નિંદા છે.
ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરતમુનિએ રાજ્ય છોડયું.રાણીઓ છોડી. સર્વસ્વનો ત્યાગ કર્યો અને વનમાં આવ્યા.ત્યાં વનમાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું. હરણ ઉપર સ્નેહ થયો.હરણબાળ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો અને તેમને મૃગયોનિમાં જન્મ લેવો પડયો.
માટે ઘરમાં કોઈને પણ રાખજો.પણ મનમાં કોઇને રાખશોનહિ.મનમાં કોઈને રાખશો તો તે પ્રભુભજનમાં વિઘ્ન કરશે.
ભરતમુનિના મનમાં હરણ માટે આસક્તિ થઈ અને તે તેના પુર્નજન્મનુંકારણ બની. સંકલ્પ (વાસના) પુન:જન્મનુંકારણ બને છે.
મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલેમનમોહન ત્યાંથી નાસી જાય છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા:-સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે તો તે તરે છે. જો પાણી નાવમાં આવે તો તે ડૂબી જાય.તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે. સંસાર એ સમુદ્ર છે. વિષયો જળરૂપ છે.
વિષયોનુંચિંતન કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે.
મમતા બંધન કરે છે.મન મરે તો મુક્તિ મળે.બંધન મનને છે આત્માને નથી. આત્માતો સદા મુક્ત જ છે.
ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધાનીથી રહેવાની જરૂર છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૬
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રહલાદ ઘરમાં રહ્યા અને તેની ભક્તિમાં કોઈ વિધ્નકરી શક્યું નહિ. અને એકાંત વનમાં પણ ભરતજી મૃગ પરની આસક્તિ~વાસનાનેકારણે ભજન ન કરી શકયા.
પ્રતિકૂળ સંજોગમાં પણ ભજન કેવી રીતે કરવુંતે પ્રહલાદે જગતને બતાવ્યું. અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધાન ન રહે,તો તેનાથી ભજન કરી શકાતું નથી. એ જાણવા મળે છે ભરતચરિત્રથી.
ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં.પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરશે.
ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે, તેની આ કથા છે. ભરતજીએ વિચાર્યું,હું એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ.ભરત નેપાળમાં, ગંડકી નદીના કિનારે આવ્યા છે. ભરતજી ગંડકી નદીના કિનારે આદિ નારાયણ ભગવાનની આરાધના કરે છે.
ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો તે ઇશ્વરભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું છે તે એકલો તપ કરે. હું એકલો નથી.મારા ભગવાન મારી સાથે છે. ઇશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુ:ખી થશો.ભરતજી એકલા તપ કરવા ગયા છે. ગંડકીનુંબીજુ નામ છે. શાલિગ્રામી.
રોજનો નિયમ હતો. ભરતજી ચાર વાગે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરે છે. કેડપુર જળમાં ઉભા રહી ધ્યાન કરે છે. સૂર્યનારાયણનુંધ્યાન કરે છે. અને ગાયત્રીમંત્રનો જપ કરે છે.
સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઇએ. સૂર્યનારાયણના ઉપકાર બદલઆપણે સર્વ સૂર્યનારાયણના ઋણી છીએ. સૂર્યનારાયણ સમસ્ત સ્થાવર જંગમનો આત્મા છે. સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે. પણ તે વીજળી કંપની માફક, બિલ મોકલતા નથી. સૂર્યભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતમાં પ્રલય થશે. સૂર્ય પરમાત્માનુંસાકાર સ્વરૂપ છે. એક વખત મનુષ્યો અને કાગડાઓમાં ઝગડો થયો.કાગડો કહે:- તમારામાં બુદ્ધિ વધારે છે, પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે. અમે સૂર્યોદય પહેલા, ઊઠીએ છીએ.સૂર્ય ઊગતાં પહેલાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્યદાન કરીએ છીએ.રાત્રે અગિયાર વાગ્યા પછીનો કાળ રાક્ષસકાળ ગણાય.આવા નિષિદ્ધકાળમાં ભોજન ન થાય.આજ-કાલ લોકો સિનેમા જોઈ નેરાત્રે અગિયાર વાગે ભોજન કરે છે. આવુંન કરો.
ઈશ્વરની મર્યાદા સૂર્ય-ચંદ્ર-સમુદ્ર છોડતા નથી, પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ, તને સુખસમૃદ્ધિ આપી છે.