પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ કાઢતો હોય તેમ કર્યું.
ક્નૈયાને લાગ્યું કે ગમે તેમ તોય આ વાણિયાએ બાર વર્ષ માનસી સેવા તો કરી છે ને! તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. આજે બાલકૃષ્ણ પ્રસન્ન થયા. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડયો.ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનુંશુંગયું છે? તે કયાં એક પૈસાનો પણ ખર્ચકર્યો છે?
ભગવતસ્પર્શ થયો અને પછી તે સાચો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભકત
બન્યો.
કોઈ પણ સત્કાર્ય બાર વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે, તો તેનુંફળ અવશ્ય મળે છે.
શંકરાચાર્ય પણ શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા. ભરતજી માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે. સેવા કરતાં કંટાળો આવે તો ધ્યાન કરે અને કીર્તન કરે.
પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે. સંસારના વિષયોમાં ફસાયેલાને માયા ત્રાસ આપતી નથી.માયા માને છે આ તો મરેલો જ છે. એને શુંમારવાનો?
પરમાત્માની પાછળ જે પડે છે, તેની પાછળ માયા વધારે પડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતાં હોય છે,તેને માયા વિઘ્ન કરતી નથી. માને છે કે તે તોમારો ગુલામ છે.
માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેડપૂર જળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી.એક ગર્ભવતી હરણી પ્રાતઃકાળમાં જળપાન કરવા આવી, તેવામાં સિંહે ગર્જના કરી.સિંહની ભંયકર ગર્જના સાંભળી હરણી ગભરાઈ.આ સિંહ મને મારી નાખશે. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીનેઓળંગી સામે કિનારે જાઉં.હરણીએ જોરથી કુદકો માર્યો.પ્રસવકાળ સમીપ આવેલો.પેટમાંથી હરણબાળ બહાર આવ્યો,નદીના જળમાં પડયો.હરણી સામે કિનારે જઇ મૃત્યુ પામી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૮
ભરતજીએ હરણબાળને નદીના જળમાં પડેલો જોયો. ભરતજીને હરણબાળમાં શ્રીહરિનાં દર્શન થાય છે.ભરતજીએ વિચાર્યું,આ હરણબાળની મા મરી ગઈ છે. તેનુંહવે જગતમાં કોઈ નથી.તેનું લાલનપાલન, રક્ષણ વગેરે કોણ કરશે? દયાવશ તેઓ હરણબાળને આશ્રમમાં લઈ આવ્યા.
આ મારા વગર કોઈને ઓળખતો નથી. તેનુંપાલનપોષણ કરવું એ જ મારો ધર્મ છે.હું ઉપેક્ષા કરીશ તો એ મરી જશે. આનો બાપ હુંછું.મા પણ હુંજ છું.આનુંપાલનપોષણ, રક્ષણ કરવુંએ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણબાળનો રક્ષક પિતા છું. મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવુંજોઇએ.
જીવ માને છે કે હું બીજાનુંરક્ષણ કરું છું.અરે તુંશુંરક્ષણ કરવાનો હતો? તુંપણ કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એ એક જ છે. કર્તાહર્તા શ્રીહરિ છે. સંહાર તથા પાલન કરનાર શ્રીહરિ છે. તમે ઘરમાં રહોકે વનમાંતમારુંરક્ષણ કરનાર એક શ્રીહરિ છે.
ભાગવતના સાતમા સ્કંધમાં બીજા અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં, યમરાજાએ સુયજ્ઞ રાજાના સગાસંબંધીઓને આ પ્રમાણે બોધ આપ્યો છે.
પથિચ્યુતંતિષ્ઠતિદિષ્ટરક્ષિતંગૃહેસ્થિતંતદ્વિહતં વિનશ્યતિ ।
જીવત્યનાથોડપિ તદીક્ષિતો વને ગૃહેડપિ ગુપ્તોડસ્ય હતો ન જીવતિ ।।ભા.સ્કં.૭.અ.૨.શ્ર્લો.૪0.
પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તોપણ તે જીવે છે, અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય, તો પણ તે જીવતો રહેતો નથી, તેમરેછે.
હરણબાળને પાણીમાંથી બહારકાઢયું તે ભરતજીનો ધર્મ હતો.પરંતુ એનો રક્ષક પિતા હુંછું એવો સંબંધજોડયો તે સારુંન કર્યું. જીવમાત્રનો રક્ષક પિતા ઈશ્વર છે. બધા દોષ અભિમાનમાંથી જાગે છે.
ભરતજી હરણબાળનુંલાલનપાલન કરવા લાગ્યા.ધીરે ધીરે હરણબાળ મોટો થયો,હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે છે. આ પૂર્વચિત્તિ અપ્સરા ત્યાં આવી છે. જૂના સંસ્કાર ભૂંસવા કઠણછે. પૂર્વાવસ્થામાં છોકરાંઓનેખૂબ રમાડેલાં, તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણબાળમાં મન ફસાયું. ભરતજીનું મન પ્રભુભજનમાં હવે સ્થિર થતુંનથી.ધ્યાનમાં બે મિનિટ પસાર થાય છે કે પછી હરણબાળ દેખાય છે.વાસનાનો વિષયબદલાયો પણ વાસના તો મનમાં રહી જ. આના કરતાં ઘર શું ખોટુંહતું?જ્ઞાનીએ પણ મનને મારવુંપડે છે. ભરતજીએ અયોગ્ય કર્યું. સંસાર છોડીને જશો કયાં? જ્યાં જાવ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યુંછે કે ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાંખજો.સંસારને મનમાં રાખશો નહિ. કોઈને ઘરમાં રાખો, પણ મનમાં કોઈને રાખશો નહિ. મનમાં કામને રાખો અથવા ઇશ્ર્વરને રાખો.બંન્ને સાથે રહી શકશે નહિ.તુલસી દોનું નવ રહે, રવિરજની એકઠામ.