પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પરધન પરમન હરનકુવેશ્યા બડી ચતુર।
તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન।।
ભરતજીને બધુંઆવડે, પણ મંત્ર બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું ન હતું.
જડભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા.જ્ઞાન અને ભક્તિ પરિપકવ થાય ત્યારે જીવ સંસારવૃક્ષથી છૂટો થાય, ઝાડ ઉપરનુંફળ ૫રીપકવ થાય એટલે આપોઆપ તે ઝાડથી છુટુંપડે છે.
માતાપિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જડભરતજી પાગલની જેમ ફરવા લાગ્યા. પાગલ જેવા લાગે છે, પણ અંદરથી શ્રીકૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી.
સ્વાદ લીધા વગર શરીરના પોષણ માટે જ ભોજન કરવું.જડભરતને તેના ભાઈઓ તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓને અમૃતતુલ્ય માની તેઓ ખાઈ લેતા.
જડ઼ભરતજીએ બતાવ્યુંછે.ચાલવુંકેવી રીતે?તેઓ કોઈ જીવની હિંસા ન થઈ જાય, તેથી રસ્તો જોઈને ચાલતા. ધરતી ઉપર નજર રાખીને ચાલવું.મારાથી કોઇ જીવની હિંસા ન થાય.
ભાઈઓએ તેને ખેતરની પાળ કરવા કહ્યું. ભરતજીએ વિચાર્યુંઆજે પાળ કરીશ તો કાલે બીજુંકામ સોંપશે, એટલે પાળ કરવાનુંકહ્યુંત્યાં ખાડો ખોધ્યો.
એક દિવસ ભાઈએ કહ્યુંઆપણું ખેતર સાચવજે.ભરતજી ખેતરમાં ગાયો આવે તો, તેને ખાવા દે. ભરતજી તેને અટકાવતા નથી.તે તો કહે છે:-ખાનેવાલા રામ, ખિલાનેવાલા રામ,તો રોકને કા કયા કામ?
જગતને બહાર નાટક બતાવે છે કે, હુંપાગલ છું, જ્ઞાની પુરુષોને ધ્યાનમાં લોકસંગ્રહ બાધક થાય છે. સંસાર વ્યવહારનીમાયા મનને ન વળગે એટલે જડભરત પરમાત્મા નારાયણનુંઆરાધન કરે છે..
એક ભીલ રાજાને સંતાન ન હતું તેમણે ભદ્રકાળીની બાધા લીધી. બાળક થાય તો નરબલી આપીશ. પુત્ર થયો. ભીલોને આજ્ઞા આપી. કોઇ નરને લઈ આવો.
જડભરત ખેતરમાં બેઠા હતા.ભીલોની નજર જડભરત ઉપર પડી. આ તગડોછે. પકડીને લઈ ગયા.
સંસારના લોકોની દ્રષ્ટિમાં સંત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિથી સંસારસુખમાં ફસાયેલો પાગલ છે.
ભીલોને જડભરત પાગલ જેવો લાગે છે. ભરતજીને પકડીને ભદ્રકાળીના મંદિરમાં લઈ ગયા.
માતાજીને બલીદાનકોઈ જીવનું નહિ પણ કામ, ક્રોધ,લોભરૂપી પશુનુંકરવાનુંછે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે.
ભરતજીને નવડાવીને ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યાં છે. ભોજન કરવુંએ પાપ નથી પણ સ્વાદ લઇને ભોજન કરવું એ પાપ છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૧
ભોજન એ સાધન છે. ભજન એ સાધ્ય છે.ભરતજી ભોજન કરે છે, પણ માતાજીનુંભોજન ભજન માટે હતું.ભીલો વિચારે છે કે આ બે કલાક પછી મરવાનો છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે.તે પછી જડભરતને ભદ્રકાળી માતાના મંદિરમાં લઇ ગયા.
સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે.દાઢી જટાથી નહિ.જડભરતજી, માતાજીને મનથી પ્રણામ કરી માથુ નમાવી શાંતચિત્તે બેઠા છે. ભીલરાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી, તલવાર લઈ મારવા તૈયાર થયો.
સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર ભરતને જોતાં, માતાજીનું હ્રદય ભરાયુંછે. માતાજીથી આ સહન ન થયું. ભદ્રકાળી મૂર્તિ માંથી બહાર નીકળ્યાં અને ભીલરાજાનું મસ્તક તેની જ તલવાર લઈ કાપી નાંખ્યું. મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યાં.
જ્ઞાની ભક્ત માને છે, મારી પાછળ હજાર હાથવાળો રક્ષણ કરનાર છે, બે હાથવાળા શુંકરવાના હતા? જ્ઞાની ભક્તો માતાજીને બહુ વહાલા લાગે છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણમનને ઇશ્વરથી અલગ થવા દેતો નથી તેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય છે.
એક સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ, કપિલ મુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે, રહૂગણ તત્ત્વજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા કપિલ ઋષિના આશ્રમ તરફ પાલખીમાં બેસી જાય છે ચાર ભાઈઓએ પાલખીઊંચકી છે. રસ્તામાં એક ભાઈ ભાગી ગયો. રાજાએ કહ્યું:-જે કોઈ મળે તેને પકડી લાવો.
વૈષ્ણવો ભગવદ્ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઇચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધને જુએ છે. વૈષ્ણવો તેમાં ભગવદ્ ઈચ્છા જુએ છે.
સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે, ચાર હાથ કરતાં વધારે દૂર દ્દષ્ટિ ન જાય. દ્દષ્ટિ ચંચળ થાય અટલે મન ચંચળ થાય છે.
સેવકો પાલખી ઊંચકવા જડભરતને પકડી લાવ્યા.આ તગડો ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી છે. અગાઉ ઘણીવાર પાલખીમાં બેઠેલા હતા.તેમ છતાં આજે છૂટકો નથી. છેલ્લો જન્મ હતો. તેમ છતાં, પાલખી ઉપાડવી પડી છે. ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે,કોઈ જીવની હિંસા ન થઈ જાય. ભરતજીને દરેક જીવમાં ભગવાનનાં દર્શન થાય છે.
ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું રહ્યું છે. મરશે તો શરીર મરશે. હુંતો મારા નારાયણને મળવાનો છું.હુંસાવધ છું.ગાફેલ હોઈએ તો જ આ કામ, ક્રોધ, લોભ, માથે ચડી બેસે છે. નિર્ભયબનો.નિર્ભયતા કેળવો, નિર્ભયતા ત્યારે આવે છે, કે જયારે જીવ હંમેશા પરમાત્માના સાન્નિધ્યનો સતત અનુભવ
કરે છે. રસ્તે ચાલતાં તેઓ પ્રભુને રીઝવતા ચાલે છે.