News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધી માટે અત્યારે અઘરો સમય છે. જોકે અત્યારે રાહુલના જીવનમાં આવેલાં સંકટો પાછળ ખરાબ ગ્રહદશા કારણભૂત હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે.
જન્મકુંડળી શું કહે છે
જન્મ કુંડળી પ્રમાણે અને હાલની ગ્રહદશા પ્રમાણે રાહુલ ગાંધીની આટલી કપરી સ્થિતિ પાછળ રાહુ-કેતુ, અંગારક દોષ, મીનરકના સૂર્યની સ્થિતિ, વિષયોગ, ગ્રહણદોષ, 2 શ્રાપિતદોષ અને પરિવર્તન યોગ જેવા વિવિધ યોગોની અશુભ અસરને કારણે રાહુલના જીવનમાં ઊથલ-પાથલ અને કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે.
કયા ગ્રહોનું ભ્રમણ અમંગળ બની રહ્યું છે ?
અત્યારે રાહુ-કેતુનું અશુભ ભ્રમણ છે. તેનાથી આ વર્ષમાં તેમને માનહાનિ અને કોઈ પ્રકારની શારીરિક ઇજા થાય તેવી શક્યતા છે. બીજું, રાહુ ગ્રહ હંમેશાં વાણીની સંયમતા સૂચવે છે. શનિદેવ ચોથા સ્થાન છે જે ભ્રમણ કરાવે છે અને દેશ-વિદેશની યાત્રા સૂચવે છે. પરંતુ જીવનમાં ઉતાર-ચઢાવ આપી દે છે. સત્તાકીય રીતે ચાલુ 2023થી 2028 સુધી કોઈપણ ભોગે સત્તાભંગ દોષ છે. જેનાથી જીવનમાં ન કરેલાં કાર્યો રાહુ અને શનિદેવ કરાવશે. ધારેલાં કાર્યોમાં મોટી નિષ્ફળતા આપી જશે. ગુરુ જન્મના ગ્રહો મુજબ તુલા રાશિનો દુશ્મન રાશિમાં હોવાથી સત્તાકીય દુશ્મનો વધી જશે.
ગોચરમાં કુંભ રાશિમાં શનિનું ભ્રમણ થઈ રહ્યું છે, જેથી શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. બીજી બાજુ ચોથા સુખ સ્થાનમાં મેષ રાશિમાં શનિ રહેલો છે. હાલની પરિસ્થિતિ મુજબ ગોચરમાં મેષ રાશિમાં રાહુનું ભ્રમણ થઈ રહ્યું છે.
ચોથા સ્થાનમાં પણ શનિ-રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે અને સાથે જ શનિ અને રાહુનો પરિવર્તન યોગ બની રહ્યો છે. રાહુલ ગાંધી પોતાની સત્તામાં પોતાના કાર્યમાં પરિવર્તન આવ્યું છે. એટલે અત્યારે રાહુલ ગાંધી પોતાના જૂના કર્મનું ફળ ભોગવી રહ્યા છે.