News Continuous Bureau | Mumbai
આજે દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ (Aadhar card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર વિના તમે ઘરથી લઈને બેંક (bank) સુધી કોઈ પણ કામ કરી શકતા નથી. એટલે કે તમામ કામ માટે તમારે આધાર નંબરની જરૂર પડે છે. તો આવી સ્થિતિમાં જો તમને આધારને લઈને કોઈ સમસ્યા હોય અથવા તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર (Aadhar Centre) ને શોધવાનું હોય તો હવે તમે આ કામને ચુટકીમાં નિપટાવી શકો છો. આ માટે UIDAIએ નંબર જાહેર કર્યો છે.
UIDAI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આધાર સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓ 1947 પર કોલ (Call) કરીને ઉકેલી શકાય છે. જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે 1947 પર કૉલ કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર : સરકારે આધાર કાર્ડના નિયમોમાં કર્યો ફેરફાર, હવે આધારમાં આ કામ કરવું બન્યું ફરજીયાત
આ નંબર હેઠળ તમે હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂમાં વાત કરી શકો છો. UIDAIની માહિતી અનુસાર, 1947 નંબર ડાયલ કરીને તમે તમારી પસંદની ભાષામાં વાત કરી શકો છો.
જો તમે પણ આ નંબર પર કોલ કરીને આધાર કાર્ડને લગતી કોઈપણ સમસ્યા (Problems) નું નિરાકરણ કરવા માંગો છો, તો તમે સોમવારથી શનિવાર સવારે 7 થી રાતે 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજા (National Holiday) ઓને બાદ કરતા સંપર્ક કરી શકો છો.
આ નંબર સંપૂર્ણપણે નિઃશુલ્ક (Free) છે, જેનો અર્થ છે કે આ નંબર પર કૉલ કરવા માટે તમારી પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આ સાથે, તમે IVRS મોડ પર 24 કલાકમાં ગમે ત્યારે આ નંબર પર કૉલ કરી શકો છો.