Site icon

શું તમે આધાર કાર્ડથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન છો? તો આ નંબર પર કરો કોલ, તરત જ મળી જશે સમાધાન 

Updating Aadhaar registered mobile number is now important for seamless access to online services

Updating Aadhaar registered mobile number is now important for seamless access to online services

News Continuous Bureau | Mumbai

આજે દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ (Aadhar card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર વિના તમે ઘરથી લઈને બેંક (bank) સુધી કોઈ પણ કામ કરી શકતા નથી. એટલે કે તમામ કામ માટે તમારે આધાર નંબરની જરૂર પડે છે. તો આવી સ્થિતિમાં જો તમને આધારને લઈને કોઈ સમસ્યા હોય અથવા તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર (Aadhar Centre) ને શોધવાનું હોય તો હવે તમે આ કામને ચુટકીમાં નિપટાવી શકો છો. આ માટે UIDAIએ નંબર જાહેર કર્યો છે. 

Join Our WhatsApp Community

UIDAI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આધાર સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓ 1947 પર કોલ (Call) કરીને ઉકેલી શકાય છે. જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે 1947 પર કૉલ કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો.  

આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર : સરકારે આધાર કાર્ડના નિયમોમાં કર્યો ફેરફાર, હવે આધારમાં આ કામ કરવું બન્યું ફરજીયાત 

આ નંબર હેઠળ તમે હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂમાં વાત કરી શકો છો. UIDAIની માહિતી અનુસાર, 1947 નંબર ડાયલ કરીને તમે તમારી પસંદની ભાષામાં વાત કરી શકો છો.

જો તમે પણ આ નંબર પર કોલ કરીને આધાર કાર્ડને લગતી કોઈપણ સમસ્યા (Problems) નું નિરાકરણ કરવા માંગો છો, તો તમે સોમવારથી શનિવાર સવારે 7 થી રાતે 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજા (National Holiday) ઓને બાદ કરતા સંપર્ક કરી શકો છો.

આ નંબર સંપૂર્ણપણે નિઃશુલ્ક (Free) છે, જેનો અર્થ છે કે આ નંબર પર કૉલ કરવા માટે તમારી પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આ સાથે, તમે IVRS મોડ પર 24 કલાકમાં ગમે ત્યારે આ નંબર પર કૉલ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો: ખુશખબર / સરસવ, સીંગતેલના ભાવમાં મોટો ઘટાડો, મોંઘવારીથી લોકોને મળી આંશિક રાહત

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
Exit mobile version