AI Chatbot Subscription Scam India। યુઝર્સ સાવધાન! ChatGPT અને Gemini ના સબસ્ક્રિપ્શનના નામે મોટું કૌભાંડ, એક ભૂલ અને ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

AI Chatbot Subscription Scam India। સાવધાન એઆઈ ચેટબોટના નામે 'ગિફ્ટ કાર્ડ સ્કેમ' શરૂ, તમારી જાણ બહાર બેંક ખાતામાંથી કપાઈ શકે છે પૈસા, જાણો આ ઠગાઈથી બચવાની રીત.

by Janvi Soni
AI Chatbot Subscription Scam India। યુઝર્સ સાવધાન! ChatGPT અને Gemini ના સબસ્ક્રિપ્શનના નામે મોટું કૌભાંડ, એક ભૂલ અને ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

 

News Continuous Bureau | Mumbai

AI Chatbot Subscription Scam India। ડિજિટલ દુનિયામાં અત્યારે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો દબદબો છે, પરંતુ તેની સાથે જોડાયેલા જોખમો પણ વધી રહ્યા છે. તાજેતરમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં AI ચેટબોટનું સબસ્ક્રિપ્શન લીધા પછી યુઝર્સના બેંક એકાઉન્ટમાંથી પરવાનગી વગર પૈસા કપાવવા લાગ્યા છે. આ છેતરપિંડીમાં ‘ગિફ્ટ કાર્ડ’નો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે આ ‘ફ્રી ગિફ્ટ કાર્ડ સ્કેમ’?

આ ઠગાઈની રીત ખૂબ જ અટપટી છે. યુઝર પહેલા કોઈ AI ચેટબોટનું સબસ્ક્રિપ્શન લે છે અને તેનો સામાન્ય રીતે ઉપયોગ કરે છે. થોડા સમય પછી, તે જ એકાઉન્ટ સાથે જોડાયેલી પેમેન્ટ મેથડનો ઉપયોગ કરીને તમારી જાણ બહાર ગિફ્ટ કાર્ડ્સ ખરીદવામાં આવે છે. બેંક સ્ટેટમેન્ટમાં આ ટ્રાન્ઝેક્શન અસલી સર્વિસના નામે જ દેખાય છે, જેથી યુઝરને તે કાયદેસર લાગે છે અને કોઈ શંકા જતી નથી.

સ્કેમને પકડવું કેમ મુશ્કેલ છે?

આ ફ્રોડને ઓળખવો મુશ્કેલ છે કારણ કે ચાર્જિસ સબસ્ક્રિપ્શન અથવા એક્સ્ટ્રા ફીચર્સ જેવા જ દેખાય છે. પેમેન્ટ પ્રોસેસ જાણીતા પ્લેટફોર્મ દ્વારા થતી હોવાથી બેંક પણ તેને જલ્દી શંકાસ્પદ માનતી નથી. ઘણીવાર યુઝરને ઈમેલ પણ મળે છે કે તેણે કોઈને ગિફ્ટ મોકલી છે, જેનાથી કન્ફ્યુઝન વધી જાય છે. આ સ્કેમમાં ક્યારેક નાની-નાની રકમ વારંવાર કપાય છે, તો ક્યારેક એકસાથે હજારો રૂપિયા ઉપડી જાય છે.

બચવા માટે શું કરવું જોઈએ?

જો તમારા ખાતામાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય, તો તરત જ આ પગલાં ભરો:
સૌ પ્રથમ સંબંધિત સર્વિસના સપોર્ટનો સંપર્ક કરી અનધિકૃત સબસ્ક્રિપ્શન બંધ કરાવો.
બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીને જાણ કરો અને કાર્ડ બ્લોક કરાવો.
તમારા ઈમેલ અને AI સર્વિસના પાસવર્ડ તરત જ બદલો.
ટુ-ફેક્ટર ઓથોન્ટિકેશન (2FA) હંમેશા ચાલુ રાખો. નિયમિત રીતે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા રહેવું એ જ સૌથી મોટી સુરક્ષા છે.

👉 આ સમાચાર વાચો:
Stock Market Today| બજાર ખુલતા જ રોકાણકારો માલામાલ સેન્સેક્સ ૭૭,૪૦૦ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો; જાણો આજના ટોપ ગેનર્સ

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More