News Continuous Bureau | Mumbai
AI Touch: એઆઈ ટચ એલએલપીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા USOF (હવે “ડિજિટલ ભારત નિધિ”) ની TTDF યોજના હેઠળ ભંડોળ આપવામાં આવ્યું છે. AI ટચ 5G RAN (રેડિયો એક્સેસ નેટવર્ક) માટે ઘટકો વિકસાવશે, જેમાં RAN ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર (RIC), સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન (SMO) અને નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન (NWDAF) મોડ્યુલ સામેલ છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 5G RAN માટે SMO, RIC અને NWDAF મોડ્યુલને AI/ML-સંચાલિત ઈન્સ્ટન્ટ એન્જિન સાથે સંકલિત કરતું પ્લેટફોર્મ વિકસાવવાનો છે. તે AI/ML આધારિત એપ્લિકેશન્સ અને ક્લોઝ-લૂપ ઓટોમેશન મારફતે RAN અને કોર નોડ્સના ઇન્ટેલિજન્ટ અને ઓટોમેટેડ કન્ટ્રોલની સુવિધા આપે છે. આ પ્લેટફોર્મ ભીડના દૃશ્યો દરમિયાન વપરાશકર્તાના અનુભવના સંચાલન માટે નમૂનારૂપ એપ્લિકેશનનું નિદર્શન કરશે અને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સને ઓનબોર્ડિંગ માટે ઇન્ટરફેસ પ્રદાન કરશે. આ પ્લેટફોર્મ નેટવર્ક ઓટોમેશન અને કામગીરીને વધારવા માટે નોન-રિયલ-ટાઇમ RIC, નિયર-રિયલ-ટાઇમ RIC, SMO અને NWDAFનું સંકલન કરશે.
આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી C.R. પાટીલની કર્ણાટક અને હરિયાણા સાથે સમીક્ષા બેઠક, બંને રાજ્યોએ કરેલી પ્રગતિની લીધી નોંધ
RIC મોડ્યુલો AI/ML-સંચાલિત નેટવર્ક ઓપ્ટિમાઇઝેશનને સમર્થન કરશે, SMO ક્રોસ-ડોમેઇન ઓર્કેસ્ટ્રેશનને સક્ષમ બનાવશે અને NWDAF શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે એનાલિટિક્સ અને આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. આ ઉકેલો 5G નેટવર્કમાં ઓપરેશનલ કાર્યક્ષમતા લાવશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) હેઠળના પ્રીમિયર ટેલિકોમ આર એન્ડ ડી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) આ પ્રોજેક્ટના અમલીકરણની દેખરેખ રાખશે.
AI Touch: કરાર પર હસ્તાક્ષર સમારંભમાં સી-ડોટના સીઈઓ ડો.રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “સી-ડોટ, અમલીકરણ ભાગીદાર તરીકે, એ સુનિશ્ચિત કરશે કે પ્રોજેક્ટ તકનીકી વિકાસના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે. AI ટચ જેવા ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે સહયોગની સુવિધા આપીને અમે સ્વદેશી ઉકેલો તૈયાર કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ, જે ભારતની ટેલિકોમ ઇકોસિસ્ટમને મજબૂત કરશે.”
ટીટીડીએફના ડીડીજી ડૉ. પરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, “ટીટીડીએફ યોજના મારફતે અમે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. AI ટચનો આ પ્રોજેક્ટ માત્ર AI-સંચાલિત પ્રગતિને જ આગળ વધારશે એટલું જ નહીં, પરંતુ આત્મનિર્ભર 5G ઇકોસિસ્ટમનો પાયો પણ નાખશે.”
AI Touch: AI ટચના પાર્ટનર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “AI ટચમાં અમારું ધ્યાન AI અને MLનો ઉપયોગ કરીને એડવાન્સ એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્ટ મોડલ્સ બનાવવા પર છે. આ પ્રોજેક્ટમાં, અમે RIC અને NWDAFની અંદર આગાહી ક્ષમતા અને ઓટોમેશન માળખાના વિકાસનું નેતૃત્વ કરી રહ્યા છીએ, જે સુનિશ્ચિત કરે છે કે પ્લેટફોર્મ ચોક્કસાઇ સાથે જટિલ નેટવર્ક પડકારોને પહોંચી વળવા માટે સજ્જ છે.”
આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર પુલ તૈયાર
આ પ્રોજેક્ટ એવા સોલ્યુશન્સ પ્રદાન કરશે એવી અપેક્ષા છે, જે ઓપરેશનલ જટિલતાઓને ઘટાડે છે, મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ (MNO) માટે ખર્ચની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને ટેલિકોમ ક્ષેત્રમાં નવી એપ્લિકેશન્સને સમર્થન આપે છે. તેનો હેતુ સ્વદેશી 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ફાળો આપવાનો અને ભવિષ્યની પ્રગતિ માટે પાયો નાખવાનો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
