Site icon

અરે વાહ.. હવે હેલ્મેટમાં પણ આવશે એરબેગ્સ! અકસ્માત સમયે બનશે તમારું સુરક્ષા કવચ…આ કંપનીએ કરી શોધ..

Airoh reveals world's first airbag helmet

અરે વાહ.. હવે હેલ્મેટમાં પણ આવશે એરબેગ્સ! અકસ્માત સમયે બનશે તમારું સુરક્ષા કવચ…આ કંપનીએ કરી શોધ..

News Continuous Bureau | Mumbai

રસ્તા પર મુસાફરી કરતી વખતે સલામત રહેવા માટે હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તે મુસાફરી કરતી વખતે ડ્રાઇવરને સલામતી પૂરી પાડે છે અને અકસ્માતના કિસ્સામાં ગંભીર ઇજાઓથી બચાવે છે. આ વચ્ચે હવે હેલ્મેટમાં એરબેગ લગાવવાના સમાચાર સામે આવ્યા છે. જે અત્યાર સુધી માત્ર ફોર વ્હીલર્સમાં જ જોવા મળતા  હતા. ઇટાલિયન કંપની એરોહે આ નવી સિક્યોરિટી ટેક્નોલોજીની શોધ કરી છે. આ બાઈક રાઈડિંગ સેફ્ટીને એકદમ નવા લેવલ પર લઈ જઈ શકે છે.

Join Our WhatsApp Community

એરબેગ હેલ્મેટ શા માટે ખાસ છે?

ઇટાલિયન કંપની એરોહે એરબેગ સાથેના હેલ્મેટને એરહેડ નામ આપ્યું છે. આ હેલ્મેટની ખાસિયત એ છે કે અકસ્માતની સ્થિતિમાં આ એરબેગ બાઇકચાલકને માથાની ગંભીર ઇજાથી બચાવે છે. આ હેલ્મેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યારે એરબેગ ખોલવામાં આવે ત્યારે પણ બાઇક ચાલકને માથું ફેરવવા માટે પૂરતી જગ્યા મળે છે.

આ સમાચાર પણ વાંચો: લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટ પર ટૂંક સમયમાં જ આ સ્ટેશન સુધી લોકલ દોડશે! જાણો શું છે પશ્ચિમ રેલવેની યોજના

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2021માં 1,55,622 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ મૃત્યુના આંકડાઓને ઘટાડવા માટે, આ હેલ્મેટનો ઉપયોગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ કારણે સવારના માથામાં ફ્રેક્ચર થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. આ હેલ્મેટ હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે આવતા વર્ષ સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.

હેલ્મેટમાં પણ આ વસ્તુઓ હોવી જરૂરી છે

કોઈપણ બાઇક હેલ્મેટ માટે સેફ્ટી રેટિંગ હોવું ખૂબ જ જરૂરી છે. હાલમાં, દેશમાં ઈકોનોમિક કમિશન ઓફ યુરોપ (ECE), સેફટી હેલ્મેટ એસેસમેન્ટ એન્ડ રેટિંગ પ્રોગ્રામ (SHARP), ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ (DOT), ISI સ્ટાન્ડર્ડ અને સ્નેલ મેમોરિયલ ફાઉન્ડેશન (SNELL) જેવા ધોરણો સાથે હેલ્મેટ વેચાય છે. આ પૈકી, સૌથી સુરક્ષિત મોડલને DOT માર્ક સાથે ગણવામાં આવે છે. આ મોટે ભાગે 650cc કે તેથી વધુની ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ માટે વપરાય છે.

રસ્તા પર મુસાફરી કરતી વખતે સલામત રહેવા માટે હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તે મુસાફરી કરતી વખતે ડ્રાઇવરને સલામતી પૂરી પાડે છે અને અકસ્માતના કિસ્સામાં ગંભીર ઇજાઓ ટાળે છે. હવે તેની સુરક્ષામાં એક નવી વાત ઉમેરવામાં આવી રહી છે. હવે તેમાં એરબેગ્સ પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. જે અત્યાર સુધી માત્ર વ્હીલર્સમાં જ જોવા મળતી હતી. ઇટાલિયન કંપની એરોહે આ નવી સિક્યોરિટી ટેક્નોલોજીની શોધ કરી છે. આ બાઇક રાઇડરને એક સ્તર વધુ સલામતી આપશે.

આ સમાચાર પણ વાંચો: તમિલનાડૂમાં આજે ત્રાટકશે ‘મૈંડૂસ’ ચક્રવાત, મહારાષ્ટ્રમાં થશે તેની અસર.. મુંબઈ સહિત આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ..

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version