Site icon

ટાટાનો કમાલ! નવા E20 ફ્યુઅલ-કમ્પ્લાયન્ટ એન્જિન અને જબરદસ્ત ફીચર્સથી અપડેટ થઇ કાર, મળશે આ ફિચર્સ

ટાટા મોટર્સે નવા ઉત્સર્જન સ્ટાડર્ડને અનુરૂપ તેની વાહન લાઇન-અપ અપડેટ કરી છે. સરકાર 1 એપ્રિલ 2023 થી નવા BS6 ફેઝ 2 ને લાગુ કરવા જઈ રહી છે. નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) નોર્મ્સ અનુસાર, ઓટોમેકર્સે તેમના વ્હીકલમાં કેટલાક જરૂરી ફેરફારો કરવા પડશે.

All Tata Cars Updated with RDE-Compliant E20 Fuel Ready Engines, New Features Added

ટાટાનો કમાલ! નવા E20 ફ્યુઅલ-કમ્પ્લાયન્ટ એન્જિન અને જબરદસ્ત ફીચર્સથી અપડેટ થઇ કાર, મળશે આ ફિચર્સ

News Continuous Bureau | Mumbai

ટાટા મોટર્સે તેની પેસેન્જર વ્હીકલ લાઇન-અપને નવા BS6 ફેઝ 2 અને E20 ઇંધણ-સુસંગત એન્જિન સાથે અપડેટ કર્યું છે. ટાટા મોટર્સ દ્વારા ઓફર કરવામાં આવતા તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG મોડલ્સ હવે આગામી રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) સ્ટાડર્ડ માટે તૈયાર છે જે 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે. ટાટા મોટર્સ દાવો કરે છે કે સમગ્ર પોર્ટફોલિયોને નવી ફિચર્સ સાથે બદલવામાં આવ્યો છે જે વધુ સારી સિક્યોરિટી, ડ્રાઇવિબિલિટી, આરામ અને સગવડતા પ્રોવાઇડ કરશે. કંપનીએ તેની 2 વર્ષ અથવા 75,000 કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટી પણ વધારીને 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટર કરી છે.

Join Our WhatsApp Community

કાર્સમાં આ નવા ફિચર્સ ઉપલબ્ધ

કંપનીએ કહ્યું છે કે ટાટા અલ્ટ્રોઝ અને ટાટા પંચને તમામ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી સાથે ઓફર કરવામાં આવશે અને લો-એન્ડ ડ્રાઇવિબિલિટી સુધારવા માટે એન્જિનને ફરીથી ટ્યુન કરવામાં આવ્યું છે. અપડેટેડ BS6-2 ડીઝલ એન્જિન વિશે, કંપનીનું કહેવું છે કે Nexon અને Altroz એ જ 1.5-લિટર એન્જિનનો ઉપયોગ કરે છે જે વધુ સારા પર્ફોમન્સ અને ફ્યુઅલ એફિશિયન્સી માટે અપડેટ કરવામાં આવ્યું છે. મતલબ કે આ એન્જિન હજુ પણ વધુ માઈલેજ આપશે.

આ સમાચાર પણ વાંચો :  ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી

જ્યારે એન્ટ્રી લેવલ ટાટા ટિયાગો અને ટિગોર જેવી પોસાય તેવી કારમાં ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ ઉમેરવામાં આવી છે. આ ફીચર ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે. કંપનીએ જણાવ્યું છે કે, “કસ્ટમરની અપેક્ષાઓને અનુરૂપ, આ નવી સીરીઝ વધુમાં વધુ શાંત ઇન-કેબિન એક્સપિરિયન્સ પ્રોવાઇડ કરશે, જે શાંત કેબિન, લો નોઇઝ, વાઇબ્રેશન અને હર્ષનેસ (NVH) લેવલને આભારી છે. “ડ્રાઇવિંગને વધુ આરામદાયક, સિક્યોર અને આનંદપ્રદ બનાવવા માટે બનાવેલ છે.”

રાજન અંબા, વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિ.એ જણાવ્યું હતું કે, “વાહનનું પ્રદૂષણ ઘટાડવાના સરકારના મિશનમાં ટાટા મોટર્સ હંમેશા સક્રિય ભાગીદાર રહી છે. જે ઉત્સર્જન ઘટાડીને ડ્રાઇવિંગમાં સુધારો કરે છે. વિચારની પ્રક્રિયામાં, અમે નવા ઉત્સર્જન સ્ટાડર્ડને પહોંચી વળવા માટે અમારી કારને માત્ર અપગ્રેડ કરી નથી પરંતુ અમારા કસ્ટમર્સને અત્યાધુનિક સિક્યોરિટી, ડ્રાઇવિંગ, અદ્યતન ફિચર્સ અને ડ્રાઇવિંગ કમ્ફર્ટ સહિતનો એક બેસટ પોર્ટફોલિયો પણ ઓફર કર્યો છે.”

Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Submerged city: પાણીમાં ડૂબેલું આ શહેર વૈજ્ઞાનિકોએ શોધ્યું; 8,500 વર્ષ જૂના સ્થળ પરથી મળી અનેક વસ્તુઓ
Wobble Maximus TV: ભારતની કંપની લાવી દેશ નું સૌથી મોટું સ્માર્ટ ટીવી, મળશે થિયેટર જેવો અનુભવ, જાણો તેની ખાસિયત અને કિંમત વિશે
AI સ્ટેથોસ્કોપ: માત્ર આટલી જ સેકન્ડમાં હૃદયના 3 ગંભીર રોગોનું નિદાન, ડોકટરોનો દાવો
Exit mobile version