Apple Products Discontinued: એપલનો સપાટો! iPhone 16e સહિત એકસાથે ૧૫ પ્રોડક્ટ્સ કરી બંધ; જુઓ કયા ગેજેટ્સ હવે માર્કેટમાંથી થશે ગાયબ.

નવા લોન્ચિંગ સાથે જૂના મોડલ્સને કહી દીધું અલવિદા, જાણો તમારા આઈફોન કે આઈપેડ પર આ નિર્ણયની શું અસર થશે.

by Akash Rajbhar
Apple Discontinues 15 Products Including iPhone 16e Move Towards New M5 Series and Future Tech

News Continuous Bureau | Mumbai

ટેક જાયન્ટ એપલે આ મહિને અનેક નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉતાર્યા બાદ એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ ચોંકાવનારા પગલામાં એકસાથે ૧૫ જેટલા જૂના પ્રોડક્ટ્સને ડિસકન્ટિન્યુ એટલે કે વેચાણ માટે બંધ કરી દીધા છે. આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્યજનક નામ ગયા વર્ષે જ લોન્ચ થયેલા આઈફોન 16e (iPhone 16e) નું છે. એપલની આ વ્યૂહરચના નવા M5 પ્રોસેસર અને અપડેટેડ ડિસ્પ્લે ટેકનોલોજી તરફ આગળ વધવાનો સંકેત આપે છે.

એપલે કયા ૧૫ ડિવાઈસને કહી દીધું અલવિદા?

એપલે જે પ્રોડક્ટ્સ બંધ કર્યા છે તેમાં આઈફોન ઉપરાંત આઈપેડ અને મેકબુકના લેટેસ્ટ મોડલ્સનો પણ સમાવેશ થાય છે. મુખ્ય લિસ્ટ નીચે મુજબ છે:
આઈફોન 16e (iPhone 16e)
૧૧ અને ૧૩ ઇંચ આઈપેડ એર (iPad Air‌) M3 (2025)
૧૩ અને ૧૫ ઇંચ મેકબુક એર (MacBook Air‌) M4 (2024-25)
Mac Studio M3 Ultra અને 512GB મેમરી (2025)
૧૪ અને ૧૬ ઇંચ મેકબુક પ્રો (MacBook Pro‌) M4 Pro અને M4 Max (2024)
A13 બાયોનિક પ્રોસેસરવાળું સ્ટુડિયો ડિસ્પ્લે (Studio Display‌) અને પ્રો ડિસ્પ્લે XDR (2019)

આ સમાચાર પણ વાંચો : Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર

વિન્ટેજ અને ઓબ્સોલેટ લિસ્ટએટલે શું?

જો તમારી પાસે આમાંનું કોઈ ડિવાઈસ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એપલ જ્યારે કોઈ પ્રોડક્ટનું વેચાણ બંધ કરે ત્યારે તે ૫ વર્ષના ‘વિન્ટેજ’ વિન્ડોમાં પ્રવેશે છે. આ સમયગાળા દરમિયાન એપલ રિપેરિંગની ગેરંટી આપતું નથી, જો પાર્ટ્સ અવેલેબલ હોય તો જ સર્વિસ સેન્ટર પર કામ થશે. વેચાણ બંધ થયાના ૭ વર્ષ પછી તેને ‘ઓબ્સોલેટ’ જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ કંપની તમામ સપોર્ટ અને સોફ્ટવેર અપડેટ્સ સંપૂર્ણપણે બંધ કરી દે છે.

યુઝર્સ પર આ નિર્ણયની શું થશે અસર?

હાલમાં જે યુઝર્સ પાસે આ ડિવાઈસ છે, તેમના ફોન કે લેપટોપ પહેલાની જેમ જ કામ કરતા રહેશે. તેમને નિયમિત સિક્યોરિટી પેચપણ મળતા રહેશે. જોકે, નવા ગ્રાહકો હવે આ પ્રોડક્ટ્સ એપલના ઓફિશિયલ સ્ટોરપરથી ખરીદી શકશે નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્કેટમાં નવા M5 ચિપસેટ ધરાવતા પ્રોડક્ટ્સ માટે જગ્યા બનાવવાનો અને યુઝર્સને લેટેસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફીચર્સ તરફ વાળવાનો છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More