News Continuous Bureau | Mumbai
Artificial Intelligence: દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે આજકાલ શંકાનું વાતાવરણ છે. આખી દુનિયામાં દિગ્ગજ કંપનીઓમાં આજકાલ કર્મચારીઓની છટણી ( layoffs ) ચાલી રહી છે. આનો દોષ AI પર નાખવામાં આવી રહ્યો છે. જો કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ AI વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ ટેક્નોલોજી મનુષ્યની મદદ માટે લાવવામાં આવી છે. એ વાત સાચી છે કે આનાથી નોકરીઓ છીનવાઈ જશે. પરંતુ, ઘણી મોટી સંખ્યામાં નવી નોકરીઓ પણ સર્જાશે.
ડેલોઈટના AI એક્ઝિક્યુટિવે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, AI કેટલાક લોકોની જગ્યા જરુરથી લેશે. પરંતુ, AI અને માનવીઓ વચ્ચેનો સહયોગ ભવિષ્યમાં વધશે. તે દરેક કામ માટે મનુષ્યોની જગ્યા લઈ શકશે નહીં. AI લોકોને મદદ કરશે. તેના આધારે આપણે નવા પ્રકારની રોજગારીનું ( Employment ) સર્જન કરી શકીશું. તેમણે નિવેદનમાં વધુમાં કહ્યું કે, AI નોકરીઓ ( Jobs ) છીનવી લેશે નહીં પરંતુ કેટલીક સરળ નોકરીઓ દૂર કરીને નવી નોકરીઓનું સર્જન કરશે . AI ચલાવવા માટે તમારે લોકોની જરૂર તો પડશે જ.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપનની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
Artificial Intelligence: કોમ્પ્યુટરનો ઉદય થયો ત્યારે પણ આવી જ અટકળો હતી..
ડેલોઈટના AI એક્ઝિક્યુટિ આ સંદર્ભે આગળ કહ્યું હતું કે, જ્યારે આઈટી, ટેક્નોલોજી અને કોમ્પ્યુટરનો ઉદય થયો ત્યારે પણ નોકરીઓ છીનવાઈ જવાનો ડર હતો. તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરના કારણે આજે કેટલી નવી નોકરીઓનું સર્જન થયું. AIની વાર્તા પણ આવી જ બનવાની છે. આજે તમે તમારા મોબાઇલ ફોન દ્વારા શું કરી શકતા નથી? AI પણ તમને આવા અદ્ભુત કામ કરવાની શક્તિ આપશે.
તેમણે કહ્યું કે AI નોકરીઓની પ્રકૃતિ બદલી નાખશે. ફાઇનાન્સ, એચઆર, બેન્કિંગ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો અલગ અલગ જગ્યાએ AI નો ઉપયોગ કરી રહ્યા છે. AI અને Gen AI માટે માર્ગદર્શિકા આવવી જોઈએ. અત્યારે આપણે બધા AI વિશે ઘણું શીખી રહ્યા છીએ. સરકાર આમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.